બિલ ગેટ્સે હમણાં 4500 કરોડની શું ખરીદી કરી?

વોશિંગ્ટનઃ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને દુનિયાના બીજા સૌથી મોટા અમીર વ્યક્તિ બિલ ગેટ્સે વિશ્વનું પ્રથમ હાઈડ્રો પાવરથી ચાલનારી શિપ ખરીદ્યું છે. આ શિપની કિંમત 644 મિલિયન ડોલર(આશરે 4600 કરોડ) છે. આને સિનોટ નામની કંપની તરફથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. આમાં ઈન્ફિનીટી પૂલ, હેલીપેડ, સ્પા અને જિમ જેવી સુવિધાઓ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ એક 122 મીટર લાંબુ લક્ઝરી શિપ છે. આ સંપૂર્ણ રીતે લિક્વિડ હાઈડ્રોજન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ડચ ડિઝાઈનમાં ફર્મ સિનોટે ગત વર્ષો શિપ્સના એક કાર્યક્રમમાં આ ડિઝાઈનને લોન્ચ કરી હતી.

આ શિપમાં 5 ડેક છે અને એક સમયે આમાં 14 ગેસ્ટ સહિત 31 ક્રૂ મેમ્બર રહી શકે છે. તો આ શીપ પૂર્ણ રીતે પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવ્યું છે. આમાં એક  જેલ ફ્યુઅલ વાળા ફાયર બાઉલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગેસ્ટને બહાર પણ ગરમ રાખશે અને આના માટે તેમને કોલસા અથવા લાકડાથી આગ નહી પ્રગટાવવી પડે.

આ શિપની સૌથી અત્યાધુનિક વિશેષતા ડેકની નીચે લગાવવામાં આવેલા 28 ટનના વેક્યૂમ સીલ ટેંક છે. શિપમાં બે 28 ટનના વેક્યૂમ સીલ ટેંક લગાવવામાં આવ્યા છે. જેમાં લિક્વિડ હાઈડ્રોજન ભરવામાં આવ્યો છે. આનાથી આ શિ0પ પાણીમાં સરળતાથી ચલાવી શકાશે અને ઈંધણ બે-મેગાવોટ મોટર્સ અને પ્રોપેલરના માટે ઓન-બોર્ડ વિજળી પેદા કરશે.

શિપના ડિઝાઈનરે ગત વર્ષે આની ડિઝાઈન મામલે વાત કરતા જણાવ્યું કે, હું દરેક પરિયોજના સાથે પોતાની ટીમ અને પોતાને પડકાર આપું છું અને અમે સાથે મળીને પડકારોને પૂરા કરીએ છીએ. એક્વાના વિકાસ માટે અમે સમજદાર અને લાંબુ વિચારનારા લોકોની જીવનશૈલીમાંથી પ્રેરણા લીધી. આના કારણે અમે પાણી અને અત્યાધુનિક ટેક્નિક તરલ બહુમુખી પ્રતિભાને એકસાથે જોડીને લિક્વિડ હાઈડ્રોજન ઈંધણ સીસ્ટમ સાથે આ શિપનું નિર્માણ કર્યું.