ઇન્ફોસિસ અમેરિકાસ્થિત સિમપ્લસને 250 મિલિયન ડોલરમાં ખરીદશે

બેંગલુરુ: આઇટી જાયન્ટ ઇન્ફોસિસે અમેરિકા સ્થિત ડિજિટલ સર્વિસિસ અને કન્સલ્ટિંગ કંપની સિમપ્લસને હસ્તગત કરવા કરાર કર્યા છે. ઇન્ફોસિસે ગઈ રાત્રે સ્ટોક એક્સચેન્જીસીને જણાવ્યું હતું કે કંપની અમેરિકીસ્થિત કંપની સિમપ્લસને હસ્તગત કરશે, જે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સેલ્સફોર્સ પ્લેટિનિયમની ભાગીદારોમાંની છે. ઇન્ફો આ કંપની 250 મિલિયન ડોલરમાં હસ્તગત કરશે. આ હસ્તાંતરણ અંદાજે નાણાકીય વર્ષ 2020ના ચોથી ત્રિમાસિક ગાળા દરમ્યાન પૂરું થશે. સિમપ્લસ એક અગ્રણી ક્લાઉડ કન્સલ્ટિંગ એડવાઇઝર અને પ્રોવાઇડર કંપની છે.

કંપની હાલ સેલ્સફોર્સ ક્વોટ-ટુ-કેશ એપ્લિકેશન્સ માટે  4,500થી વધુ પ્રોજેક્ટ માટે ક્લાઉડ કન્સલ્ટિંગ, અમલીકરણ, ડેટાનું જોડાણ, ચેન્જ મેનેજમેન્ટ અને ટ્રેનિંગ સર્વિસ ક્ષેત્રે અગ્રણી પ્રોવાઇડર અને એડવાઇઝર છે.

આ કંપનીને હસ્તાંતરણનો ખર્ચ 200 મિલિયન અમેરિકી ડોલર છે, જેમાં શેરોના હસ્તાતંર માટેની ચુકવણી કરવાના આકસ્મિક સહિતના ખર્ચ સામેલ છે. વધારામાં, ત્રણ વર્ષથી વધુની કામગીરીની શરતો પૂરી કરવા સહિત કંપનીના કર્મચારીઓને પ્રોત્સાહનો પૂરું પાડવા અને કોઈ પણ જાતની રુકાવટ માટેના 50 મિલિયન ડોલર રાખવામાં આવ્યા છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]