પત્નિના જન્મ દિવસ પર કેજરીવાલે આપી જીતની આ ભેટ…

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 ના પરિણામો થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ જશે. વોટની ગણતરી ચાલી રહી છે. તમામ 70 વિધાનસભા સીટોના વલણો આવી ગયા છે. શરુઆતના વલણો અનુસાર, આમ આદમી પાર્ટી એકવાર ફરીથી દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી આશરે 50 અને ભાજપ 20 જેટલી સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર તમામ સીટો પર પાછળ ચાલી રહ્યા છે. જીત તરફ આગળ વધી રહેલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત છે. પાર્ટીની ઓફિસમાં ઉજવણીનો માહોલ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સંબોધન માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ચૂંટીના પરિણામોથી અલગ આજે કેજરીવાલ માટે ખાસ દિવસ છે. હકીકતમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલનો આજે જન્મ દિવસ છે અને મુખ્યમંત્રી પોતાની પત્નીને જીતની ભેટ આપવા જઈ રહ્યા છે.   

આમ આદમી પાર્ટીની સંભવિત જીત પર સુનીતા કેજરીવાલના જન્મ દિવસનો ઉત્સાહ બેગણો થઈ ગયો છે. અરવિંદ કેજરીવાલના ઘર પર આપ કાર્યકર્તાઓ પહોંચવા લાગ્યા છે. મુખ્યમંત્રીને જીત અને તેમના જન્મ દિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર થોડા સમયમાં કેજરીવાલ પાર્ટી કાર્યાલયમાં જશે અને કાર્યકર્તાઓને જીતની શુભેચ્છાઓ આપતા સંબોધિત કરશે. મુખ્યમંત્રી નવી દિલ્હી વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે અને વલણોમાં તેઓ સૌથી આગળ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]