જેને બચાવી હતી તેને જ આપી દીધી પુરસ્કારની અડધી રકમ!

નવી દિલ્હીઃ આ વર્ષે બાળ વિરતા પુરસ્કાર પ્રાપ્ત કરનારી મિઝોરમની 12 વર્ષની કૈરોલિન મલસામતુઆંગીએ પોતાના ઈનામની રકમ એક નાનકડી બાળકી સાથે શેર કરી છે. કેરોલિને તે બાળકીને મહિલા ટ્રાફિકરથી બચાવી હતી જે તેને કિડનેપ કરીને પોતાની સાથે લઈ ગઈ હતી. કેરોલીનની સુઝથી બાળકી સહીસલામત બચી ગઈ અને આરોપી મહિલાને પોલીસે પકડી લીધી.

આઈજોલના જુઆંગતુઈની રહેવાસી કેરોલિને ગત શુક્રવારના રોજ થુઆલથૂ ગામ ગઈ હતી અને તે બાળકીને મળી હતી, જેને તણે કિડનેપરથી બચાવી હતી. કેરોલિને બાળકીને પોતાને મળેલા પુરસ્કારની અડધી રકમ આપી હતી અને તેને 10,000 રુપિયાનો ચેક આપ્યો હતો. થુઆલથૂના ગ્રામીણોએ કેરોલિનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, બાળકીએ કેરોલિનને ગળે લગાવી હતી.

કેરોલીન એ 22 બાળકોમાં જોડાયેલી હતી, જેમને અદભૂત સાહસ બતાવવા માટે આ વર્ષે વિરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. કેરોલીને પોતાના બાજુના ગામની એક 7 વર્ષની બાળકીને કિડનેપ કરીને લઈ જઈ રહેલી મહિલાથી બચાવી હતી. ગત વર્ષે જૂનમાં કેરોલિન જ્યારે પોતાના મિત્રો સાથે વોલિબોલ રમી રહી હતી ત્યારે તેણે બાળકીને મહિલા સાથે જોઈ હતી.

તે સમયે કેરોલિનને લાગ્યું કે, બન્ને સંબંધી છે પરંતુ પોલીસે જ્યારે માનવ તસ્કરી મામલે બીજા દિવસે સતર્ક કર્યા ત્યારે તે મહિલા પાસે બીજીવાર ગઈ અને વાતચિત શરુ કરી. કેરોલીને જોયું કે મહિલા કોઈ કામમાં વ્યસ્ત છે. કેરોલિને સમય ન બગાડતા તે મહિલાને કહ્યું કે, તે આ બાળકીની સારસંભાળ રાખી શકે છે.

મહિલાએ કેરોલિનની વાત માની અને બાદમાં તક જોઈને કેરોલિન તે બાળકીને પોતાના ખભે બેસાડીને ઘરેથી ભાગી ગઈ. બાદમાં પોલીસને જાણ થતા પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]