મહિલા ક્રિકેટર શેફાલી શર્માનું ક્યું સ્વપ્ન સાકાર થયું?

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સૌથી યુવા સભ્ય શેફાલી વર્માનું આદર્શ ક્રિકેટર અને ક્રિકેટના ગોડ ગણાતા લીટલ માસ્ટર સચિન તેંડુલકરને મળવાનું પોતાનું બાળપણનું સ્વપ્ન ઓસ્ટ્રેલિયામાં પૂરું થયું. સોળ વર્ષની શેફાલીએ તેંડુલકર સાથે એક ફોટો ક્લિક કરીને તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેમણે આ ફોટો શેર કરતા લખ્યું કે, હું ક્રિકેટમાં સચિન સરના કારણે જ જોડાઈ હતી. મારો આખો પરિવાર તેમને ન માત્ર આદર્શ માને છે પરંતુ તેમની પૂજા પણ કરે છે. આજે મારા માટે ખાસ દિવસ છે, કારણ કે હું મારા બાળપણના નાયકને મળી હતી. આ મારા માટે સ્વપ્ન જેવું છે.

ગત નવેમ્બર મહિનામાં શેફાલીએ સચિન તેંડુલકરના લાંબા સમયથી ચાલી રહેલા રેકોર્ડને તોડ્યો હતો. તે વેસ્ટ ઈન્ડિઝ સામે 49 બોલમાં 73 રનોની તોફાની બેટિંગ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાફ સેન્ચ્યુરી મારનારી સૌથી ઓછી ઉંમરની ભારતીય બની હતી. તે 2020 માં આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ માટે હરમતપ્રીત કોરની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા આવેલી ભારતીય ટીમની મેમ્બર છે.