લ્યો, JNU વિસ્તારમાં ડાબેરી ઉમેદવારને નોટાથીય ઓછા મત!!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલ્સની આસપાસ આવતા દેખાઈ રહ્યા છે, પણ મહારૌલી સીટના પ્રારંભિત ટ્રેન્ડ આશ્ચર્યજનક છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ડાબેરી પક્ષોની બોલબાલા હોય છે, એ વિસ્તારમાં આવેલી છે, પણ લેફ્ટ પાર્ટીને અહીં નોટાથી પણ ઓછા વોટ મળ્યા છે.અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર મહારૌલી સીટથી આમ આદમી પાર્ટીના નરેશ યાદવ સૌથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠકથી નોટાને અત્યાર સુધી 198 મતો મળ્યા છે.

આ બેઠક પર ઓલ ઇન્ડિયા ફોર્વર્ડ બ્લોક નામની લેફ્ટ પાર્ટીને માત્ર 46 મતો મળ્યા છે. પાર્ટીને ડી. કે ચોપડાને ટિકિટ આપી હતી. મહાર1લી સાઉથ દિલ્હી વિસ્તારમાં આવે છે. સંગમ વિહાર, છત્તરપુર, પાલમ, તુગલકાબાદ, કાલકાજી, મહારૌલી, દેવલી, બદરપુર, આંબેડકર નગર અને બ્રિજવાસન દક્ષિણ દિલ્હીમાં આવે છએ.