
DAUના 20મા પદવીદાન સમારોહમાં 649 પદવીઓ એનાયત કરવામાં આવી
ગાંધીનગર સ્થિત ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં વર્ષ 2026 માટેનું પદવીદાન સમારોહ શૈક્ષણિક ગૌરવ અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સંપન્ન થયું. યુનિવર્સિટીના 20મા કોન્વોકેશનમાં વિવિધ શૈક્ષણિક શાખાઓમાંથી પસાર થયેલા કુલ 649 વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસની મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે પદવી સ્વીકારી. ટેક્નોલોજી, ડેટા સાયન્સ, ડિઝાઇન અને સંશોધન ક્ષેત્રે તૈયાર થયેલી નવી પેઢી માટે આ દિવસ વિશેષ યાદગાર રહ્યો.

સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પ્રખ્યાત શિક્ષણવિદ અને આઈઆઈટી મદ્રાસના ભૂતપૂર્વ ડાયરેક્ટર પ્રો. ભાસ્કર રામમૂર્તિ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના દીક્ષાંત પ્રવચનમાં વિદ્યાર્થીઓને નવીન વિચારસરણી, જવાબદાર ટેક્નોલોજી વિકાસ અને સમાજપ્રતિ પ્રતિબદ્ધતા રાખવાની અપીલ કરી. યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય એમ્બેસેડર ટી. એસ. તિરુમૂર્તિએ અધ્યક્ષસ્થાનેથી વિદ્યાર્થીઓને વૈશ્વિક પડકારો સામે તૈયાર રહેવા માટે માર્ગદર્શન આપ્યું.

આ વર્ષે અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્નાતક બન્યા, જ્યારે પોસ્ટગ્રેજ્યુએટ અને ડોક્ટરલ અભ્યાસક્રમોમાંથી પણ સંશોધન અને નવીનતાની દિશામાં આગળ વધનાર વિદ્યાર્થીઓએ પદવીઓ પ્રાપ્ત કરી. યુનિવર્સિટી પ્રશાસન તરફથી જણાવાયું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં DAUએ મલ્ટીડિસિપ્લિનરી અભિગમ અપનાવીને શિક્ષણ અને સંશોધનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

પદવીદાન સમારોહ પૂર્વે આયોજિત એવોર્ડ કાર્યક્રમમાં ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિ, સંશોધન કાર્ય અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે, યુનિવર્સિટીએ પોતાના 25 વર્ષના પ્રવાસની ઉજવણી અંતર્ગત પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માન આપવાની પહેલ પણ શરૂ કરી છે, જે સંસ્થાની પરંપરા અને ભવિષ્યની દિશાને મજબૂત બનાવે છે.

સમારોહ દરમિયાન યુનિવર્સિટીના નેતૃત્વ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર વ્યાવસાયિક સફળતા નહીં પરંતુ સ્વાસ્થ્ય, સંતુલન અને માનવ-કેન્દ્રિત વિચારધારાને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ કોન્વોકેશન DAU માટે એક નવી ઉર્જા અને આગલા દાયકાની શૈક્ષણિક દ્રષ્ટિનું પ્રતિબિંબ બની રહ્યું.
પરિશ્રમની પરાકાષ્ઠા: સફાઈ કામદારના પુત્ર દિક્ષીત વાઘેલાનનું રાજ્ય સ્તરે ગૌરવપૂર્ણ પ્રદર્શન
મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી એક પ્રેરણાદાયક શૈક્ષણિક સફળતાની ઘટના સામે આવી છે, જેમાં દિક્ષીત રમણભાઈ વાઘેલાએ વર્ષ 2025ની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી રાજ્યભરમાં વિશેષ ઓળખ મેળવી છે. દિક્ષીતે 83.83 ટકા સાથે પરીક્ષા પાસ કરીને સફાઈ કામદારના આશ્રિત વિદ્યાર્થીઓમાં સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. તેમની આ સિદ્ધિને સામાજિક ઉત્થાન અને શિક્ષણની શક્તિનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહી છે.
દિક્ષીત વાઘેલાની સફળતાને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા દિક્ષીતને પ્રશસ્તિ પત્ર અને શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દિક્ષીતે અગાઉ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં પણ 86.33 ટકા મેળવી રાજ્યભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સતત બે બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દિક્ષીતે સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન, મહેનત અને આત્મવિશ્વાસથી કોઈપણ પરિસ્થિતિને જીતવી શક્ય છે. અધિકારીઓ અને સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે દિક્ષીત ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરીને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપશે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.
PM મોદીએ દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી. તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે અને કોલકાતાના માલદા રેલ્વે સ્ટેશન પર એક સમારોહમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ટ્રેનને લીલી ઝંડી આપી હતી, જે હાવડાથી કામાખ્યા સુધીની ૯૫૮ કિલોમીટર, ૨૧ કલાકની મુસાફરી ૧૪ કલાકમાં પૂર્ણ કરશે, જેનાથી પશ્ચિમ બંગાળથી આસામ સુધીનો પ્રવાસ સમય ઓછો થશે.
LIVE: PM Shri @narendramodi lays foundation stone, dedicates multiple rail and road projects in Malda, West Bengal. https://t.co/py0aQat1vH
— BJP (@BJP4India) January 17, 2026
આ ટ્રેનમાં કુલ ૧૬ કોચ છે, જેમાં ૧૧ થર્ડ એસી, ૪ સેકન્ડ એસી અને ૧ ફર્સ્ટ એસી કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનની ગતિ રાજધાની એક્સપ્રેસ કરતા ઝડપી છે, અને ભાડું રાજધાની એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનો કરતા થોડું વધારે છે. ગુવાહાટીથી હાવડા સુધીનું થર્ડ એસી ભાડું આશરે ₹૨,૩૦૦ છે. ટ્રેનની સામાન્ય ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક હશે અને તેની મહત્તમ ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાક હશે. પહેલાં, ટ્રેનોમાં ચેર કાર હતી, પરંતુ હવે તેમાં સ્લીપર સીટ પણ હશે.
LIVE: PM Shri @narendramodi flags off Vande Bharat sleeper train from Malda, West Bengal.
https://t.co/S3zNMrD4m6— BJP (@BJP4India) January 17, 2026
વંદે ભારત સ્લીપર ટ્રેનનો આંતરિક ભાગ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને મુસાફરોના આરામને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. દરેક બર્થ, લાઇટિંગ અને કોચને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે લાંબી મુસાફરી કંટાળાજનક કે થકવી નાખનારી ન લાગે. ટ્રેનમાં જંતુનાશક ટેકનોલોજી અને UVS ટેકનોલોજી છે, જે હવામાં રહેલા વાયરસ અને બેક્ટેરિયાને દૂર કરે છે. UVS કોચમાં હવાને ફિલ્ટર કરશે અને તાજી હવા છોડશે, જે ચેપને અસરકારક રીતે અટકાવશે.
Two icons. One mind-blowing milestone.
The Mahindra XEV 9S and the XUV 7XO record 93689 bookings.#MahindraAuto #BookingRecord #XUV7XO #XEV9S pic.twitter.com/PETfxGhIrR
— Mahindra Automotive (@Mahindra_Auto) January 14, 2026
વંદે ભારત સ્લીપર ટ્રેન સલામતીની દ્રષ્ટિએ પણ ખૂબ જ અદ્યતન છે, જેમાં “કવચ” ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે. આ સિસ્ટમ ટ્રેનની ગતિ અને સિગ્નલિંગ પર નજર રાખે છે. તે ઇમરજન્સી ટોક-બેક યુનિટ, આધુનિક નિયંત્રણ અને સલામતી પ્રણાલીઓથી સજ્જ છે. બાહ્ય ભાગ પણ આધુનિક અને એરોડાયનેમિક છે. ટ્રેનના દરવાજા ઓટોમેટિક હશે, સ્ટેશનો પર રોકાતી વખતે અને પ્રસ્થાન કરતી વખતે આપમેળે ખુલશે અને બંધ થશે. મુસાફરોને ઉચ્ચ ગુણવત્તાવાળા ધાબળા, કવર અને અદ્યતન બેડરોલ પણ પૂરા પાડવામાં આવશે.
બજેટ 2026: આ વખતે કૃષિ, ટેક્નોલોજી અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રહેશે ફોકસ
નવી દિલ્હીઃ આ વખતના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લાંબા ગાળાની યોજનાઓ બનાવવાની માગ કૃષિ નિષ્ણાતો કરી રહ્યા છે. પાક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે AIના ઉપયોગ માટે બજેટ વધારવાની ચર્ચા છે. આ વખતના બજેટમાં ખેડૂતો પર ખાસ ધ્યાન રહેવાનું છે. કૃષિ ક્ષેત્રનો અર્થતંત્રમાં લગભગ 20 ટકા સુધીનો ફાળો છે અને તે સૌથી વધુ રોજગાર આપતું ક્ષેત્ર પણ છે. જોકે કૃષિ ક્ષેત્ર સામે અનેક પડકારો છે. આ પડકારોને પહોંચી વળવા માટે નાણાં મંત્રી નવી ટેક્નોલોજી પર ખાસ ફોકસ કરે એવી શક્યતા છે.
ટેક્નોલોજી, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ શક્ય
આ વર્ષના બજેટમાં ટેક્નોલોજી અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર રહેવાની શક્યતા છે. બજેટ 2026માં એગ્રી-ડ્રોન, IoT સેન્સર અને AI આધારિત ટેક્નોલોજી પર નાણાં મંત્રીનું ધ્યાન રહે એવી શક્યતા છે. ખેતરોમાં પાકની ઊપજ વધારવા, પાણી અને ખાતરના યોગ્ય ઉપયોગને વધુ અસરકારક બનાવવા તથા હવામાન પરિવર્તનની અસરોને પહોંચી વળવા માટે અનેક યોજનાઓની જાહેરાત થવાની સંભાવના છે.
માઇક્રો સિંચાઈ માટે પ્રોત્સાહન આપતી યોજના શક્ય
આ વખતના બજેટમાં માઇક્રો સિંચાઈ માટે ડ્રિપ અને સ્પ્રિંકલર સિસ્ટમને પ્રોત્સાહન આપતી યોજના આવી શકે છે. એ સાથે જ દુષ્કાળ કે પૂર સહનશીલ પાકો, પ્રાકૃતિક ખેતી, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસિંગ અને ફૂડ પ્રોસેસિંગ માટે ખેડૂતોની તાલીમ તેમ જ FPOs માટે મોટા ફાળવણીની શક્યતા છે.
ગયા વર્ષે નાણાં મંત્રીએ ખેડૂતો માટે અનેક યોજનાઓની જાહેરાત કરી હતી, પરંતુ હજી પણ ઘણી યોજનાઓ જમીન પર સંપૂર્ણ રીતે અમલમાં આવી નથી. આશા છે કે આ બજેટ ખેડૂતોની અપેક્ષાઓ પર ખરું ઊતરશે.
સ્વાદના મોહમાં સ્વાસ્થ્ય ખરાબ ન કરશો…
અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ઘણી હોટેલ્સમાં ફક્ત ભારતીય વ્યંજનોની જગ્યાએ થાઈ, કોરિયન, મેક્સિકન,
લેબનીઝ, વગેરે પ્રકારની વાનગી પણ ઉપલબ્ધ થવા લાગી છે. ચાઈનીઝ ફૂડ અને ઈટાલિયન પિઝા સહિતની આઈટેમ્સ તો હવે જાણે સર્વસ્વીકાર્ય બની ગઈ છે.
આ પ્રકારનાં અવનવાં વ્યંજનો સમાજમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે અને આથી જ બાળકોને પણ આ પ્રકારની ડિશ ખાવામાં વધુ રુચિ જણાય છે. જો કે એને કારણે ભારતીય આહારનું તેમ જ ઘરકા ખાનાનું મહત્ત્વ ઘટી રહ્યું છે. એટલું ઓછું હોય એમ ઝોમેટો, સ્વિગી જેવી મોબાઈલ ઍપ્સના લીધે ફૂડમાં ડિસ્કાઉન્ટ મળે અને ઘેરબેઠાં બહારની સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણી શકાય એ કારણે પણ બહારના ખાદ્ય પદાર્થોનો ઉપયોગ વધ્યો છે.

બાળકોને પણ ટિફિનમાં ભારતીય વાનગી અથવા ઘરની બનાવેલી રસોઈ સ્કૂલમાં લઈ જવી ગમતી નથી. રોટલી-શાક, પૌંઆ, ઢોકળાં, મૂઠિયાં, વગેરે પૌષ્ટિક નાસ્તા એમને સ્વીકાર્ય નથી. એની જગ્યા પાસ્તા, મેગી, નૂડલ્સ, બ્રેડ બટર, સૅન્ડવિચ, વગેરેએ લઈ લીધી છે.
આવા ખાદ્ય પદાર્થોની નિયમિત આદતને કારણે ચાઈલ્ડહૂડ ઓબેસિટીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. એમાં પણ ખાસ તો તેરથી 18 વર્ષની ઉંમરનાં બાળકો. આ વયજૂથનાં બાળકોમાં દસમા-બારમાની પરીક્ષાની તૈયારી કે જુદી જુદી એન્ટ્રેસ એક્ઝામ માટેના અભ્યાસને મહત્ત્વ આપવા પાછળ સ્કૂલ તથા કોચિંગ ક્લાસના સમયની વચ્ચે ભૂખ લાગવાથી બાળકો કંઈ પણ અનહેલ્ધી વાનગી ખાઈ લે છે. આમાંથી મોટા ભાગની વાનગી બહારની જ હોય છે. આ કારણે આ ઉંમરે વજન વધવાનાં ઘણાં ઉદાહરણ પણ જોવા મળે છે.
બહારનાં વ્યંજનોનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે એમાં વધુપડતા તેલ-મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે એ સ્વાદિષ્ટ બને. નમકનું પ્રમાણ થોડું વધુ હોવાથી જલદી ખરાબ થતાં નથી. એક જ તેલમાં બનતા તળેલા ખાદ્ય પદાર્થો પણ હેલ્થ બગાડે છે. વધુ તેલ અને વધુ નમકને કારણે આવો આહાર રક્તવાહિનીઓ બ્લૉક કરવામાં ભાગ ભજવી શકે છે. અમુક વાનગીમાં ઉમેરાતાં સોસ-ચટણીમાં પ્રિઝર્વેટિવ્સ હોવાને કારણે એ નુકસાનકારક બને છે આથી આ પ્રકારના આહારનો નિયમિત ઉપયોગ રોગોને આમંત્રણ આપે છે.

ઘણા પ્રકારની બેકરી આઈટેમ્સ તેમ જ અન્ય વાનગીઓ મેંદામાંથી બનાવવામાં આવે છે. આયુર્વેદ જણાવે છે કે મેંદો તો દુશ્મનને પણ ના આપવો જોઈએ. આ એક પ્રકારનું સફેદ ઝેર જ છે, પરંતુ બ્રેડ અને બિસ્કિટના ચાહકોને આ વસ્તુ ગળે નહીં ઊતરે. ભારતબહાર ઘણા દેશોમાં મેંદાની બનેલી પ્રોડક્ટ્સ પ્રતિબંધિત છે. બ્રેડ પણ ઘઉંની જ બનાવવામાં આવે છે. આપણી ઘણી બેકરી પ્રોડક્ટ્સમાં વીટ ફ્લોર એટલે કે ઘઉંની બનાવટ લખેલું હોય છે, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે મેંદો પણ આખરે ઘઉંમાંથી જ બનેલો બારીક લોટ છે, જેની અંદર ફાઈબર્સની માત્રા હોતી નથી, જેને કારણે પેટમાં જતાં જ એ ચોંટે છે. અગર ઘઉંની બનાવટવાળી વસ્તુ લેવી હોય તો હોલ વીટ ફ્લોર લખેલી વસ્તુ પસંદ કરવી. મેંદાની ભયંકર અસરને ધ્યાનમાં રાખીને જ અન્ન અને ઔષધિ વિભાગે હવે મેંદાની પ્રોડક્ટ્સમાં વીટ ફ્લોરની જગ્યાએ રિફાઈન્ડ વીટ ફ્લોર (ટૂંકમાં મેંદો જ) શબ્દ વાપરવા જણાવેલું છે, જેથી લોકોને જાણકારી મળે કે પોતે ખરેખર શું આરોગી રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની સ્થાપના થઈ ત્યારે એના માળખામાં હેલ્થ શબ્દની વ્યાખ્યા પણ આપવામાં આવી હતી. એબસન્સ ઑફ ડિસીઝ એટલે કે કોઈ બીમારી ન હોય એવી અવસ્થા, જે અવસ્થા માટે અન્ન પણ એક મહત્ત્વનું અંગ છે. આહાર બરાબર હોય તો વ્યક્તિ શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને વ્યાવસાયિક એ તમામ પ્રકારે સ્વસ્થ રહી શકે છે.

સ્વાસ્થ્ય જાળવવા માટે સૌપ્રથમ શક્ય હોય ત્યાં સુધી આપણી આસપાસ જે ધાન્ય-શાકભાજી ઊગતાં હોય એનો ઉપયોગ ભોજનમાં કરવાનું રાખો. ઘરઆંગણે ઊગતાં બાજરી, જુવાર, મકાઈ, રાગી જેવાં ધાન્યોનો ઉપયોગ ક્વિનોઆ કે ગ્રનોલા જેવાં બહારનાં ફૂડ્સ કરતાં વધુ સારો છે. ઓલિવ ઑઈલ કરતાં કાચી ઘાણીનું શીંગતેલ ઉત્તમ છે. ફ્રૂટ રાત્રે ખાવાની જગ્યાએ ભોજનની વચ્ચેના સમયમાં લેવાનું રાખો. ભોજન મોટા ભાગે પારંપરિક હોય એ જરૂરી છે. કોઈ તહેવારે જ વરાઈટી બનાવી શકાય એવું પ્રયોજન ગોઠવો, બાળકોને પણ હેલ્ધી ફૂડ લેવા માટે પ્રોત્સાહિત કરો. ભોજન પરિવારની સાથે બેસીને લો. જમતી વખતે ટીવી બંધ રાખો.
આ પણ નોંધી લો: બરાબર ઊંઘ લો-પૂરતો આરામ કરો. રોજરોજનાં ઉત્પાત-ચિંતા છોડો. મન શાંત રાખો અને ઊંઘમાં પણ નિયમિતતા કેળવો. બાળકોને રજામાં મૉલ કે હોટેલની જગ્યાએ ફાર્મ હાઉસ કે ખેતરમાં ફરવા લઈ જાવ. ત્યાં ઊગતાં શાકભાજી-પાક, વગેરેની માહિતી આપો, જેથી એનો ઉપયોગ આહારમાં કરવા માટે એ પ્રેરાય. શિયાળાની સીઝનમાં પોંક કે શાકભાજીને ચૂલામાં બાફીને જે સ્વાદની મજા લઈ શકાય છે એ મજા હોટેલમાં મળતાં ઈટાલિયન કે મેક્સિકન ફૂડ કરતાં ઘણી વધારે હશે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
નિર્દયી સરકારને બંગાળમાંથી વિદાય કરવી અત્યંત જરૂરીઃ PM મોદી
માલદાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં એક સભાને સંબોધી હતી. આ સભામાં તેમણે બંગાળની મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દાયકાઓ સુધી પૂર્વ ભારત એવા લોકોના કબજામાં રહ્યું હતું, જે વહેંચણીનું રાજકારણ કરતા હતા. ભાજપે આ રાજ્યોને તેમના ચંગુલમાંથી મુક્ત કર્યાં છે.
ઓડિશામાં પ્રથમ વખત ભાજપની સરકાર
તેમણે જણાવ્યું હતું કે ઓડિશામાં પ્રથમ વખત ભાજપની સરકાર બની છે. ત્રિપુરાએ ઘણાં વર્ષોથી ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આસામમાં તાજેતરની ચૂંટણીમાં પણ જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. બિહારે ફરી એક વખત ભાજપ-એનડીએ સરકારને પસંદ કરી છે.
નિર્દય સરકારને વિદાય કરવી જરૂરી
તેમણે કહ્યું હતું કે આજે બંગાળ એ એકમાત્ર રાજ્ય છે જ્યાં આયુષ્માન ભારત યોજના લાગુ નથી. TMC સરકાર બંગાળમાં મારા ભાઈઓ અને બહેનોને આયુષ્માન યોજનાનો લાભ મેળવવાથી રોકી રહી છે. આવી નિર્દયી સરકારને બંગાળમાંથી વિદાય કરવી ખૂબ જ જરૂરી છે.
After NDA’s victory in Bihar, it’s time for Bengal: Modi at Malda rally.
‘Paltano darkar, chai BJP sarkar’ (Need to change, want BJP government): Modi coins slogan for Bengal state polls.
People of India, especially Gen Z, have reposed faith in BJP’s development model: PM at… pic.twitter.com/zurcE2AjEm
— Press Trust of India (@PTI_News) January 17, 2026
BMCમાં પ્રથમ વખત ભાજપની ઐતિહાસિક જીત
તેમણે જણાવ્યું હતું કે ગઈ કાલે જ મહારાષ્ટ્રમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીનાં પરિણામો આવ્યાં છે, જેમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. ખાસ કરીને મહારાષ્ટ્રની રાજધાની અને દુનિયાની સૌથી મોટી નગરપાલિકાઓમાંની એક, BMCમાં પ્રથમ વખત ભાજપને રેકોર્ડ જીત મળી છે. થોડા દિવસો પહેલાં જ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં પણ ભાજપના મેયર બન્યા છે.
Gen Zનો ભાજપ પર વિશ્વાસ
આ સાથે તેમણે કહ્યું હતું કે અર્થાત જ્યાં પહેલાં ભાજપ માટે ચૂંટણી જીતવી અશક્ય માનવામાં આવતી હતી, ત્યાં પણ આજે ભાજપને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. એ બતાવે છે કે દેશનો મતદાર, દેશની Gen Z, ભાજપના વિકાસ મોડેલ પર કેટલો વધારે વિશ્વાસ કરે છે.
ટ્રમ્પનું ટેરિફ વોર, મોદીનું સાયલન્ટ પલટવાર
ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં નવી ગૂંચવણો ઊભી થઈ છે. બે યુએસ સેનેટરોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારત દ્વારા યુએસ કઠોળ પર 30% આયાત ડ્યુટીને “અન્યાયી” ગણાવી છે, અને તેને દૂર કરવા વિનંતી કરી છે. આ ડ્યુટી 30 ઓક્ટોબર, 2025 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને 1 નવેમ્બર, 2025 થી અમલમાં આવી હતી. ઘણા નિષ્ણાતો અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ આને 2025 માં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફનો મૌન પ્રતિભાવ માની રહ્યા છે, પરંતુ ભારતે ક્યારેય તેનો બદલો લેવા તરીકે પ્રચાર કર્યો નથી. ભારતનો ઉદ્દેશ સ્થાનિક કઠોળના ભાવ ઘટતા અટકાવવાનો હતો. કેનેડા, ઓસ્ટ્રેલિયા અને રશિયાથી સસ્તી આયાતને કારણે, અડદ, તુવેર, મસૂર અને મગ જેવા કઠોળના ભાવ બજારમાં MSP થી નીચે આવી ગયા હતા. જો કે, ભારતના આ પગલાથી મોન્ટાના અને ઉત્તર ડાકોટામાં ઉત્પાદકોને નુકસાન થયું.

મોન્ટાનાના સેનેટર સ્ટીવ ડેઇન્સ અને નોર્થ ડાકોટાના સેનેટર કેવિન ક્રેમરે ટ્રમ્પને લખેલા પત્રમાં જણાવ્યું છે કે 1 નવેમ્બરથી લાગુ કરાયેલા અમેરિકન વટાણા પર ભારતમાં 30% ટેક્સ અમેરિકન કઠોળ ઉત્પાદકોને નુકસાન પહોંચાડી રહ્યો છે. ભારત વિશ્વનો સૌથી મોટો કઠોળ ગ્રાહક છે. મસૂર, ચણા, સૂકા કઠોળ અને વટાણા અહીં સૌથી વધુ વપરાશમાં લેવાતા પાક છે, પરંતુ અમેરિકન ઉત્પાદનો પર ઊંચા ટેરિફનો સામનો કરવો પડે છે. કોઈપણ વેપાર કરાર પહેલાં અમેરિકન કઠોળ અને મસૂર માટે વધુ સારી બજાર પહોંચ સુનિશ્ચિત કરો. આ બંને દેશો માટે ફાયદાકારક રહેશે. તેઓએ 2020 માં ટ્રમ્પને પણ પત્ર લખ્યો હતો, ત્યારબાદ ટ્રમ્પે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ભારતે ક્યારેય આને ‘બદલો’ તરીકે વર્ણવ્યું ન હતું. તેનો હેતુ સ્થાનિક ખેડૂતોને બચાવવાનો હતો કારણ કે સસ્તી આયાત MSP ઘટાડી રહી હતી. જો કે, ટ્રમ્પના 50% ટેરિફ સાથે સુસંગત સમય, ઘણા લોકો તેને “મૌન પ્રતિભાવ” તરીકે જોવા તરફ દોરી ગયો છે. ભૂ-રાજકીય નિષ્ણાત નવરૂપ સિંહે X પર લખ્યું: “ભારતે આયાતી કઠોળ પરના ટેરિફને ઓક્ટોબર 2025 થી 30% સુધી વધારીને યુએસ ટેરિફનો જવાબ આપ્યો. અમે ચુપચાપ જવાબ આપ્યો.”
ભારતીય ખેલાડીઓએ બાંગ્લાદેશના ખેલાડીઓ સાથે ન કર્યું હેન્ડ શેક
અંડર-19 વર્લ્ડ કપમાં, ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રે અને બાંગ્લાદેશના ઉપ-કેપ્ટન જવાદ અબરાર ટોસ પછી હાથ મિલાવ્યા નહીં. બંને દેશો વચ્ચેના સંબંધો હાલમાં તણાવપૂર્ણ છે, જેની ક્રિકેટ પર પણ અસર પડી છે. બીસીબી ટી20 વર્લ્ડ કપ 2026 માટે તેની ટીમ ભારત મોકલવા માંગતું નથી, અને આઈસીસી અધિકારીઓ આ અંગે બીસીબી સાથે વાતચીત કરી રહ્યા છે.
આજે, ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપ 2026માં તેની બીજી ગ્રુપ સ્ટેજ મેચ રમી રહી છે, જ્યારે બાંગ્લાદેશ તેની પહેલી મેચ રમી રહ્યું છે. ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ રહેલી આ મેચમાં, બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પરંપરાગત રીતે, બંને દેશોના કેપ્ટન ટોસ પછી હાથ મિલાવે છે, પરંતુ અહીં આવું બન્યું નહીં. અગાઉ, સૂર્યકુમાર યાદવે એશિયા કપ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવાનો ઇનકાર કર્યો હતો, જે વિરોધનું સ્વરૂપ બની ગયું હતું. ટીમ ઈન્ડિયાના કેપ્ટન આયુષ મ્હાત્રે અને બાંગ્લાદેશના ઉપ-કેપ્ટન જવાદ અબરાર ટોસ કરવા આવ્યા હતા, કારણ કે બાંગ્લાદેશના કેપ્ટન મોહમ્મદ અઝીઝુલ હકીમ બીમારીને કારણે મેચમાંથી બહાર છે. ટોસ પછી બંનેએ હાથ મિલાવ્યો ન હતો, જોકે કોઈ પણ ટીમે આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિવાદ કેમ છે?
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં એશિયા કપ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવ્યો ન હતો. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યા હતા. બે હિન્દુ યુવાનોની હત્યા બાદ, ભારતમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા, જેનો લક્ષ્યાંક KKR પણ હતો. બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને KKR દ્વારા IPL 2026 માટે ₹9.20 કરોડની મોટી રકમમાં ખરીદવામાં આવ્યો હતો.


