મિડિલ ઈસ્ટમાં શનિવારે પરિસ્થિતિ ત્યારે અચાનક યુદ્ધ જેવી બની ગઈ જ્યારે Israel અને United States એ સંયુક્ત રીતે Iran પર મોટો હુમલો કર્યો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા ઇરાનને ખુલ્લી ચેતવણી આપી રહ્યું હતું અને તણાવ સતત વધી રહ્યો હતો. આ હુમલાઓ બાદ ઇરાને પણ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરતાં મિડિલ ઈસ્ટના કેટલાંક દેશોમાં આવેલા અમેરિકન મિલિટરી બેઝને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે.
ઇરાનના દાવા અનુસાર તેણે ઓછામાં ઓછા 14 અમેરિકન મિલિટરી બેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેમાં સેકડો અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. જોકે, અમેરિકી તરફથી અત્યાર સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. Reuters ના અહેવાલ મુજબ IRGC ખાતમ ઓલ અંબિયા કમાન્ડના પ્રવક્તાએ જણાવ્યું કે 14 બેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા અને સૈનિકોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

ઇરાન દ્વારા નિશાન બનાવાયેલા સ્થળોમાં Qatar, Bahrain, United Arab Emirates, Iraq અને Kuwait સામેલ હોવાનું જણાવાયું છે. ઇરાને દાવો કર્યો કે દુબઈના પ્રખ્યાત Palm Jumeirah વિસ્તારમાં આવેલી એક હોટલ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ચિંતા ઊભી કરી છે.
ઇઝરાયલના રક્ષા મંત્રી Israel Katz એ જણાવ્યું કે ઇઝરાયલે પોતાના વિરુદ્ધ ઊભા થતા ખતરાને દૂર કરવા માટે પૂર્વસાવચેત હુમલો કર્યો હતો. તેમણે દેશમાં ઇમરજન્સી જાહેર કરવાની માહિતી આપી અને ચેતવણી આપી કે ઇરાન તરફથી મિસાઈલ અને ડ્રોન હુમલાની શક્યતા છે.
ઇરાનમાં થયેલા હુમલાઓમાં આશરે 80 વિદ્યાર્થીનીઓના મોત થયા હોવાનું જણાવાયું છે. તેહરાન ઉપરાંત Qom, Isfahan, Karaj અને Kermanshah શહેરોમાં પણ વિસ્ફોટોની માહિતી મળી છે. અહેવાલો મુજબ રાજધાનીમાં અનેક વિસ્તારોમાં ધડાકાની અવાજો સાંભળવામાં આવ્યા અને ધુમાડાના ગોટાળા દેખાયા.
કેટલાક મીડિયા અહેવાલોમાં ઇરાનના રક્ષા મંત્રી Amir Nasirzadeh અને રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર Mohammad Pakpour ના મૃત્યુનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ હજી થઈ નથી.







આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 35 જેટલી સંસ્થાઓના લોકોએ વિવિધ થીમ પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યુ. આ કાર્યક્રમના સહમંત્રી ભાવનાબહેન પંડ્યાએ ચિત્રલેખા.કોમને કહે છે, “સોસાયટી ફોર ધી વેલ્ફેર ઓફ ધી મેન્ટલી રીટાર્ડેડ તેમજ આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ ફોર વેલ્ફેર ઓફ મેન્ટલી ચેલેન્જ્ડ દ્વારા આ ડાન્સ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમનો મુખ્ય હેતું મનોદિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા એમને પણ પોતાની કલા રજૂ કરવાની એક તક મળે એ માટેનો હતો.”
વધુમાં તેમણે જણાવ્યું કે, “બીજું મનોદિવ્યાંગ બાળકો, પુખ્ત તેમજ દરેક ઉંમરના લોકોને શિક્ષણ સાથે તાલીમ આપવાનો અમારો પ્રયાસ છે. દિવડાં , ફાઇલો, કવર, રાખડી, સિલાઇકામ, જેવી અનેક ચીજવસ્તુઓ તૈયાર કરવાની તાલીમ આપી એમને પગભર કરવાનો આ તમામ 35 જેટલી સંસ્થાઓનો પ્રયાસ છે.”
આ કાર્યક્રમમાં મનોદિવ્યાંગ માટે કામ કરતાં શિક્ષકો, કેર ટેકર સહાયકો, જેવા એમને તાલીમ આપતાં સંભાળ રાખતાં સહાય કરતાં લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, ચાર્ટડ એકાન્ટન્ટ વિરેન શાહ સહિત અનેક મહાનુભાવો દાતાઓએ આ કાર્યક્રમમાં મદદ તો કરી જ આ સાથે ઉપસ્થિત રહી મનોદિવ્યાંગ લોકોનો સંસ્થાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ભારતમાં આંતરિક ઊર્જાને વધારે મહત્વ આપવામાં આવે છે; એટલે જ કોઈનું મન દુભાવવા સામે નિષેધ છે. પોતાના સ્વાર્થ માટે અન્યને દુઃખ પહોંચે એવો વ્યવહાર કરવો જોઈએ નહીં. ધન કમાવવું એ એટલી મોટી વાત નથી, પરંતુ દેખાવાની દુનિયામાં માનવીય સંબંધો અને માનવતા ભૂલાઈ જાય છે. તેમાંથી ઉદ્ભવતી નકારાત્મક ઊર્જા લાંબા ગાળે માનસ પર અસર કરે છે. પૈસા અને સત્તાથી દુનિયા ચાલે છે, પરંતુ તેના ઉપર જે મહત્તમ શક્તિ છે તે વિના બધું નિર્થક છે. પરસ્પર સન્માનની ભાવના પ્રવર્તે ત્યારે જ સકારાત્મકતા જાગે છે.
મમ્મી તમને ખિજાય કે નહીં?” ઇમેજ પ્રકાશનના એક પત્રસંગ્રહમાં આ પત્ર પ્રગટ થયો હતો. એ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે.


