Home Blog Page 194

રણવીર સિંહની ‘ધુરંધર 2’ નું ધમાકેદાર નવું પોસ્ટર રિલીઝ

રણવીર સિંહની એક્શન થ્રિલર ફિલ્મ ‘ધુરંધર 2’ નું નવું પોસ્ટર રિલીઝ થયું છે. પોસ્ટર જોયા પછી ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે

દિગ્દર્શક આદિત્ય ધરે ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’ (ધુરંધર 2) ના નવા પોસ્ટર રિલીઝ કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. આ પોસ્ટર 19 માર્ચ, 2026ના રોજ ફિલ્મના થિયેટરમાં રિલીઝ પહેલા આવ્યું છે. પોસ્ટરમાં રણવીર સિંહના બે લુક જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.

‘ધુરંધર: ધ રીવેન્જ’ નું નવું પોસ્ટર

‘ધુરંધર 2’ ના નવા પોસ્ટરમાં રણવીર સિંહ બે અલગ અલગ ભૂમિકામાં છે, જસકીરત સિંહ રંગી અને હમઝા અલી મજારી. તેમણે પોસ્ટરને કેપ્શન આપ્યું, ‘ભગવાનનો ક્રોધ આવી રહ્યો છે.’ ફિલ્મનું પોસ્ટર જોઈને ચાહકો ખૂબ ઉત્સાહિત છે.

‘ધુરંધર: ધ રીવેન્જ’ માટે ચાહકો ઉત્સાહિત છે

‘ધુરંધર 2’ માં રણવીર સિંહના લુકથી ચાહકો ખૂબ જ ખુશ છે. લોકો સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી રહ્યા છે અને ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. પોસ્ટર અને ફિલ્મ વિશે ચાહકો પણ પોતાના મંતવ્યો શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

એક ચાહકે લખ્યું, “આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.” રણવીર સિંહના ચાહકો તેમને પ્રેમથી બાબા કહે છે. બીજા ચાહકે લખ્યું, “બાબા, હું તમારા માટે ખૂબ ખુશ છું.” અન્ય એક ચાહકે લખ્યું, “અમેરિકા ધુરંધરને ખૂબ પ્રેમ કરે છે, મને તમારા પર ખૂબ ગર્વ છે.” બીજા ચાહકે લખ્યું, “હવે ધમાકો શરૂ થાય છે.” કોઈ ચાહકે લખ્યું, “તમે આ ફિલ્મ સાથે તમારા પોતાના રેકોર્ડ તોડશો.”

‘ધુરંધર 2’ ક્યારે રિલીઝ થશે?

‘ધુરંધર: ધ રીવેન્જ’ 19 માર્ચ, 2026 ના રોજ રિલીઝ થશે. તે વિશ્વભરના સિનેમાઘરોમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. ટ્રેલર 7 માર્ચે રિલીઝ થયું હતું. ટ્રેલર દર્શાવે છે કે આ ફિલ્મ પહેલા ભાગ કરતાં મોટી, વધુ રહસ્યમય અને વધુ એક્શનથી ભરપૂર હશે. વાર્તામાં, રણવીર સિંહ એક ગુપ્ત ભારતીય જાસૂસની ભૂમિકા ભજવે છે જે ભારત પર હુમલાઓને રોકવા માટે પાકિસ્તાનમાં ખતરનાક ગુનાહિત અને રાજકીય ગેંગમાં ઘૂસણખોરી કરે છે. વાર્તા સાચી ઘટનાઓથી પ્રેરિત છે. બીજો ભાગ વાર્તાને આગળ લઈ જાય છે, વધુ નાટક અને વિસ્ફોટક એક્શન સાથે. રણવીર સિંહ ઉપરાંત, ફિલ્મમાં સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, સારા અર્જુન, રાકેશ બેદી, ગૌરવ ગેરા અને દાનિશ પાંડોર છે.

પંચાંગ 10/03/2026

યુરોપ ઇચ્છે તો અમે એનર્જી સપ્લાય કરીશું: વ્લાદિમિર પુતિન

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું છે કે રશિયા યુરોપિયન ખરીદદારોને ક્રૂડ અને ગેસની સપ્લાય કરવા તૈયાર છે, પરંતુ શરત એટલી છે કે સહકાર લાંબા ગાળાનો હોવો જોઈએ અને મોસ્કો પર કોઈ રાજકીય દબાણ ન કરવામાં આવે. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓને કારણે તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ વખત ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપર પહોંચ્યા છે.

પુતિન બોલ્યા — અમે ક્યારેય ઇનકાર કર્યો નથી

રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે મોસ્કો એશિયામાં વિશ્વસનીય ભાગીદારો સાથે-સાથે યુરોપિયન યુનિયનના સભ્ય દેશો હંગેરી અને સ્લોવાકિયાને ક્રૂડ સપ્લાય ચાલુ રાખશે. પુતિને કહ્યું હતું કે જો યુરોપિયન કંપનીઓ અને ખરીદદારો અચાનક પોતાનો નિર્ણય બદલે અને અમને લાંબા ગાળાનો, ટકાઉ સહકાર આપે, જેમાં કોઈ રાજકીય દબાણ ન હોય, તો અમે આગળ વધવા તૈયાર છીએ. અમે ક્યારેય ઇનકાર કર્યો નથી.

યુરોપ સાથે કામ કરવા તૈયાર રશિયા

તેમણે જણાવ્યું હતું  કે અમે યુરોપિયન દેશો સાથે કામ કરવા તૈયાર છીએ, પરંતુ અમને તેમની તરફથી સંકેત જોઈએ કે તેઓ અમારી સાથે સહકાર માટે તૈયાર છે અને સ્થિરતા તથા ટકાઉપણું સુનિશ્ચિત કરશે.

યુરોપિયન યુનિયન દ્વારા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે 2022માં યુરોપિયન યુનિયને રશિયન ક્રૂડની સમુદ્રી આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઉપરાંત, યુક્રેન માર્ગે જતી ક્રૂડ પાઇપલાઇનને થયેલા નુકસાનને કારણે જાન્યુઆરીથી હંગેરી અને સ્લોવેકિયાને રશિયાની નિકાસ સંપૂર્ણપણે બંધ રહી છે.

રશિયન ક્રૂડ અને ગેસ પરનો પ્રતિબંધ હટાવવાની માગ

રશિયાના રાષ્ટ્રપતિનું આ નિવેદન હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓરબાન દ્વારા યુરોપિયન યુનિયનને કરાયેલી અપીલ પછી આવ્યું છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વધેલા ઊર્જા ભાવોને નિયંત્રિત કરવા માટે તેમણે રશિયન ક્રૂડ અને ગેસ પર લાગેલા પ્રતિબંધોને હટાવવાની માગ કરી હતી.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરાશે તો અમેરિકા 20 ગણો આકરો જવાબ આપશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી અંગે ઈરાનને આકરી ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન આ માર્ગથી ક્રૂડનો સપ્લાય અટકાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એ સાથે જ અત્યાર સુધી કરતાં 20 ગણો વધુ આકરો જવાબ આપવામાં આવશે. ઈરાન યુદ્ધને કારણે અમેરિકા સહિત વિશ્વભરમાં ક્રૂડના ભાવોમાં વધારો થયો છે.

રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં ક્રૂડના પ્રવાહને રોકવાનો કોઈ પણ પ્રયાસ કરશે, તો તેને અત્યાર સુધી કરતાં 20 ગણો વધુ આકરો જવાબ મળશે.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે અમેરિકા ઈરાનનાં એવાં ઠેકાણાંઓને નિશાન બનાવશે, જેને સરળતાથી નષ્ટ કરી શકાય, જેથી ઈરાન માટે ફરીથી ઊભું થવું મુશ્કેલ બની શકે છે. તેમણે કહ્યું હતું કે તેમના પર મોત, આગ અને ક્રોધ વરસશે, પરંતુ હું આશા અને પ્રાર્થના કરું છું કે એવું ન થાય. ટ્રમ્પે આ ચેતવણીને વૈશ્વિક વેપાર માટે એક ‘ભેટ’ તરીકે પણ રજૂ કરી, ખાસ કરીને ચીન અને અન્ય દેશો માટે, જે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે મોટા પ્રમાણમાં ક્રૂડની હેરફેર કરે છે. તેમણે કહ્યું હતું કે આ યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી ચીન અને હોર્મુઝ સ્ટ્રેટનો મોટા પાયે ઉપયોગ કરનાર તમામ દેશો માટે એક ભેટ છે. આશા છે કે આ પગલાની ખૂબ પ્રશંસા થશે.

ટ્રમ્પનો દાવો — ઈરાન યુદ્ધ લગભગ સમાપ્ત

અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે ટ્રમ્પે જણાવ્યું કે યુદ્ધ “લગભગ પૂર્ણ” થઈ ગયું છે. ટ્રમ્પે કહ્યું હતું કે તહેરાન પાસે “સૈન્ય દ્રષ્ટિએ” હવે બહુ કંઈ બાકી રહ્યું નથી. તેમની પાસે ન નૌસેના છે, ન સંચાર વ્યવસ્થા, ન વાયુસેના. તેમની મિસાઈલ્સ ખૂબ ઓછી રહી ગઈ છે. તેમના ડ્રોન્સ અને ડ્રોન બનાવતી કંપનીઓ પણ મોટા પાયે નષ્ટ થઈ રહી છે.

 ઈરાનની ચેતવણી

બીજી તરફ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે મંગળવારે જણાવ્યું કે જો અમેરિકા અને ઇઝરાયેલના હુમલા ચાલુ રહેશે, તો તેઓ પશ્ચિમ એશિયામાંથી એક લિટર તેલનું પણ પરિવહન થવા નહીં દે.

અમદાવાદની ફાઈનલ મેચ મેટ્રોને ફળી, 10.45 લાખથી વધુની આવક

અમદાવાદ: ગત રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ જોવા માટે દેશ-વિદેશના હજારો ક્રિકેટ પ્રેમીઓ પહોંચ્યા હતાં. અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રસાશન દ્વારા આ મેચ દરમિયાન દર્શકોને સ્ટેડિયમ સુધી જવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

1.61 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો

ફાઈનલ મેચના દિવસે મેટ્રો દ્વારા રૂ. 10.45 લાખથી વધુ આવક નોંધાઇ હતી. 1.61 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કર્યો હતો. સ્ટેડિયમ નજીક મેટ્રો સ્ટેશનની હાજરીના કારણે લોકો માટે મેટ્રો સૌથી પસંદગીની પરિવહન સેવા બની છે. મુંબઈ અને અન્ય શહેરોમાંથી આવતા ક્રિકેટપ્રેમીઓએ પણ મેટ્રોનો ઉપયોગ કરીને સરળ રીતે સ્ટેડિયમ પહોંચી શક્યા હતાં.મોડી રાત સુધી મેટ્રો દોડાવી હતી

ફાઈનલ મેચના દિવસે મુસાફરોની વધેલી સંખ્યા ધ્યાને રાખીને મેટ્રો અધિકારીઓએ મોડી રાત સુધી ટ્રેન સેવા જારી રાખી હતી. જેથી લોકો સુરક્ષિત અને સમયસર યાત્રા કરી શકે.આ પ્રયાસને લોકોએ ખૂબ પ્રશંસા કરી.

૧૦ માર્ચ ૨૦૨૬

PM મોદીનો એક કોલ અને ઈરાન યુદ્ધનો અંત, UAEના પૂર્વ રાજદૂતનું મોટું નિવેદન

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષે વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા હુમલાઓ અને પ્રતિહુમલાઓને કારણે સમગ્ર પ્રદેશમાં અસુરક્ષાની સ્થિતિ ઊભી થઈ છે. આ સંઘર્ષનો અસર વિશ્વના ઊર્જા બજારો પર પણ જોવા મળી રહ્યો છે. હોમુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગો પર તણાવ વધતા ભારત સહિત અનેક દેશો માટે ઊર્જા પુરવઠાની ચિંતા વધી છે. આ પરિસ્થિતિમાં ભારત અને મધ્યપૂર્વ વચ્ચેના રાજનૈતિક સંબંધો ફરીથી ચર્ચાનો વિષય બન્યા છે.

આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ભારતમાં યુએઈના પૂર્વ રાજદૂત હુસૈન હસન મિર્ઝાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે જો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈરાન અને ઈઝરાયેલના નેતાઓ સાથે સીધી વાતચીત કરે તો સંઘર્ષને શાંત કરવાની દિશામાં મોટું પગલું ભરાઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત પ્રતિષ્ઠા છે અને ખાડી દેશોમાં તેમજ સમગ્ર પશ્ચિમ એશિયામાં તેમને માન અને વિશ્વાસ સાથે જોવામાં આવે છે.

એનડીટીવી સાથેની વાતચીત દરમિયાન મિર્ઝાએ કહ્યું કે સંયુક્ત અરબ અમીરાત હાલ ચાલી રહેલા સંઘર્ષથી ચિંતિત છે અને તે ઈચ્છે છે કે આ યુદ્ધ વધુ લાંબું ન ચાલે. તેમના જણાવ્યા મુજબ યુએઈ પોતાના પ્રદેશનો ઉપયોગ કોઈપણ પ્રકારના હુમલા માટે થવા દેવા માંગતું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે યુએઈ આ સંઘર્ષમાં સીધું જોડાવા માંગતું નથી અને તે શાંતિપૂર્ણ ઉકેલ તરફ પ્રયત્નશીલ છે.

મિર્ઝાએ વધુમાં કહ્યું કે અબુધાબી બંને દેશો સાથે સારા સંબંધો ધરાવે છે અને મધ્યસ્થી તરીકે પણ ભૂમિકા ભજવી શકે છે. તેમની દૃષ્ટિએ ભારત, યુએઈ અને અન્ય મિત્ર દેશો મળીને રાજનૈતિક સંવાદ દ્વારા પરિસ્થિતિને સ્થિર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે ખાસ કરીને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીનો એક ફોન કોલ પણ બંને દેશોના નેતાઓ વચ્ચે સંવાદ શરૂ કરવા માટે અસરકારક બની શકે છે.

ઇન્ડોનેશિયા ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે

ભારતના રક્ષા ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સોદાની ખબર સામે આવી છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં પોતાની સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે ઇન્ડોનેશિયાએ ભારત પાસેથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ખરીદવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સોદાની કિંમત લગભગ 200 થી 350 મિલિયન અમેરિકી ડોલર વચ્ચે હોઈ શકે છે, જે ભારતીય ચલણ મુજબ લગભગ 1600 કરોડથી 2900 કરોડ રૂપિયા જેટલી થાય છે. ઇન્ડોનેશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ પણ ભારત સાથે બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ મેળવવા માટે કરાર થયાની પુષ્ટિ કરી છે.

આ સોદો ઇન્ડોનેશિયાની રક્ષા નીતિમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે. ઇન્ડોનેશિયા એક વિશાળ દ્વીપીય દેશ છે અને તેની સુરક્ષાનો મોટો ભાગ તેની લાંબી સમુદ્રી સીમાઓ પર આધારિત છે. સમુદ્ર માર્ગો અને ટાપુઓ વચ્ચેની સુરક્ષા જાળવવી તે દેશ માટે અતિ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં અદ્યતન મિસાઇલ સિસ્ટમ ખરીદવાનો નિર્ણય તેની સમુદ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

બ્રહ્મોસ મિસાઇલ ખાસ કરીને તટીય રક્ષા અને સમુદ્રી ઓપરેશન્સ માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે. આ મિસાઇલને જમીન, સમુદ્ર અને હવામાંથી લોન્ચ કરી શકાય છે, જેના કારણે તેની ઓપરેશનલ ક્ષમતા ખૂબ જ વિશાળ બની જાય છે. સમુદ્ર વિસ્તારમાં દુશ્મનના યુદ્ધજહાજોને ઝડપથી નિશાન બનાવવા માટે આ મિસાઇલ ખૂબ અસરકારક ગણાય છે. આ કારણે ઇન્ડોનેશિયા જેવા દેશો માટે તે મહત્વપૂર્ણ રક્ષા સાધન બની શકે છે.

હીટવેવનો ખતરો: ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં યલો ઍલર્ટ

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીના આકરા તેવર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અનેક જિલ્લાઓ માટે ‘યલો ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.


હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર જવાની શક્યતા છે, જેના કારણે લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. સોમવાર, 9 માર્ચના રોજ રાજકોટ અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

તે ઉપરાંત મંગળવાર, 10 માર્ચ અને બુધવાર, 11 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, સુરત, કચ્છ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં કાળઝાળ ગરમી રહેવાની સંભાવના છે. આ જિલ્લાઓમાં ગરમીની તીવ્રતા વધે તેવી શક્યતા હોવાથી તંત્રએ યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

ગરમીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્રએ નાગરિકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન ખૂબ જ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવું. ગરમીથી બચવા માટે આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા તેમજ શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતું પાણી પીવું. ઉપરાંત છાશ, લીંબુ શરબત અથવા ઓઆરએસ જેવા પ્રવાહી પદાર્થો લેવાની સલાહ આપવામાં આવી છે.

વૃદ્ધો અને નાના બાળકોને ખાસ કરીને બપોરના તીવ્ર તાપમાં બહાર ન જવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

PM મોદીએ બાલેન્દ્ર શાહને નેપાળ ચૂંટણીમાં પ્રચંડ વિજય બદલ અભિનંદન આપ્યા

દક્ષિણ એશિયાની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે, જ્યાં નેપાળમાં યોજાયેલી તાજેતરની રાષ્ટ્રીય ચૂંટણી બાદ નવી રાજકીય સમીકરણો ઉભા થયા છે. 5 માર્ચે યોજાયેલી આ ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) એ નોંધપાત્ર જીત મેળવી છે. આ જીત માત્ર નેપાળની આંતરિક રાજનીતિ માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ ભારત-નેપાળ સંબંધો માટે પણ મહત્વ ધરાવે છે. આ પરિણામો બાદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના આ અગ્રણીઓ સાથે સીધી વાતચીત કરી અને તેમની જીત માટે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રવિ લામિછાને અને પાર્ટીના વરિષ્ઠ નેતા બલેન્દ્ર શાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન મોદીએ બંને નેતાઓને ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ જીત નેપાળની લોકશાહી પ્રક્રિયાની મજબૂતી દર્શાવે છે અને દેશની રાજકીય વ્યવસ્થામાં નવા વિચારો અને નવી દિશા માટે એક સકારાત્મક સંકેત છે.

વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ નેપાળમાં બનનારી નવી સરકાર માટે પોતાની શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત હંમેશા નેપાળ સાથે મિત્રતા અને સહયોગના મજબૂત સંબંધો જાળવવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે. બંને દેશોની વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો ઘણા વર્ષોથી મજબૂત રહ્યા છે અને આગામી સમયમાં આ સંબંધો વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

મોદીએ વધુમાં કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચેનો સહકાર માત્ર દ્વિપક્ષીય સંબંધો સુધી મર્યાદિત નથી પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાના વિકાસ અને સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ છે. બંને દેશો વચ્ચે વેપાર, પ્રવાસન, સંસ્કૃતિ અને લોકો-થી-લોકો સંબંધોમાં વધારો થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવી સરકારના નેતૃત્વમાં નેપાળ વિકાસ અને પ્રગતિના નવા માઇલસ્ટોન હાંસલ કરશે.