નવી દિલ્હીઃ ઈરાનના નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા સ્ટ્રાઈક કરવામાં આવી છે. પરમાણુ કેન્દ્ર પર ભારે બોમ્બમારો થયો હોવાનું જાણવા મળ્યું છે.જોકે આ હુમલા બાદ કોઈ પણ પ્રકારનું રેડિયોએક્ટિવ પદાર્થનું લીકેજ થયું નથી. આ સાઇટ તહેરાનથી આશરે 220 કિલોમીટર દૂર સ્થિત છે અને અગાઉ પણ ઘણી વખત નિશાન બનાવવામાં આવી ચૂકી છે, જેમાં 2025ના ઈરાન-ઇઝરાયેલ જંગ અને અમેરિકાના જૂના હુમલાઓનો સમાવેશ થાય છે.
આ વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોમાં વધુ નુકસાન થયું નથી. ઈરાન સરકારે આ હુમલાને અમેરિકા અને ઇઝરાયેલની જૂની વ્યૂહરચના ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ ઈરાન પર સૈન્ય દબાણ બનાવવા માટે આવા “કાયરતાપૂર્ણ” હુમલા કરવામાં આવી રહ્યા છે.
જોકે નતાન્ઝ પરમાણુ કેન્દ્રને પહેલી વાર નિશાન બનાવાયું નથી. અગાઉ પણ અહીં અનેક હુમલાઓ થઈ ચૂક્યા છે. ઈરાનની એટોમિક એનર્જી ઓર્ગેનાઈઝેશને આ હુમલાની આકરી નિંદા કરી છે. તેમના જણાવ્યાનુસાર આ આંતરરાષ્ટ્રીય કાયદાનો ખુલ્લેઆમ ભંગ છે અને પરમાણુ હથિયારોના પ્રસારને રોકતી સંધિના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું નથી.
આ તરફ ઈરાકની રાજધાની બગદાદમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવારે ઈરાને ફરી એક વખત ત્યાં મિસાઈલ હુમલો કર્યો, જેને કારણે ભારે આગ લાગી હતી. એ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન સાથે સીઝફાયરના પક્ષમાં નથી. તેમના મુજબ જો કોઈ એક પક્ષ સંપૂર્ણ રીતે ઝૂકી રહ્યો હોય, તો તેને નિષ્પક્ષ સ્થિતિ કહી શકાય નહીં. એ ઉપરાંત શનિવારે બ્રિટને પણ મોટું એલાન કરીને અમેરિકાને પોતાના સૈન્ય બેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકા તેમને મોટી આર્થિક મદદ આપે છે, પરંતુ જ્યારે અમેરિકાને તેમની જરૂર પડે છે ત્યારે તેઓ પાછળ હટી જાય છે.


આ કાર્યક્રમમાં જાણીતા આર્ટ કયુરેટર અનુજ અંબાલાલ અને વિવેક દેસાઈ તેમજ સુરતના જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર સૌરભ દેસાઈએ આ એકિઝબિશનમાં મેન્ટર તરીકેની ભૂમિકા ભજવી છે.
ભારતના સૌથી જીવંત સાંસ્કૃતિક રાજ્યોમાંનું એક ગણાતું ઓડિશા એક એવી ભૂમિ છે, જ્યાં પ્રાચીન પરંપરાઓ, શ્રેષ્ઠ કલા અને કુદરતી સૌંદર્યનો અદભૂત સમન્વય જોવા મળે છે. પોતાની શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ અને લોક સંસ્કૃતિથી લઈને સુંદર હસ્તકલા, હાથવણાટ અને અનોખા ભોજન વારસા સુધી, ઓડિશા ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને ગૌરવનું દર્શન કરાવે છે. 
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઓડિશાની જીવંત પરંપરાઓ, કલાત્મક અભિવ્યક્તિઓ અને પ્રવાસન સંભાવનાનો એક અનોખો અનુભવ રજૂ કરવાનો છે, જેમાં સંસ્કૃતિ, ભોજન, હસ્તકલા, હાથવણાટ અને ડેસ્ટિનેશન શો કેસને એક છત નીચે એકસાથે લાવવામાં આવશે.
“અમદાવાદમાં યોજાનાર ‘ઓડિશા પરબ’માં શાસ્ત્રીય, લોક અને આદિવાસી નૃત્યોનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે, જે ઓડિશાની વાર્તાલાપ શૈલી અને શૌર્યની પરંપરાઓને રજૂ કરશે. ઓડિસી, ગોટીપુઆ, સંબલપુરી નૃત્ય, પાઈકા અખાડા, ઘુમુરા, ઢેમસા, છાઉ અને ઘુડુકી જેવી અદભૂત કૃતિઓ દ્વારા પ્રેક્ષકોને ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અનોખી ઝલક જોવા મળશે.
પ્રવાસન જોડાણોને મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમના ભાગ રૂપે, પ્રવાસન આઉટરીચ ક્રિયાપ્રતિક્રિયાઓ અને પ્રવાસ વેપાર હિસ્સેદારો સાથે જોડાણ સહિત વિશેષ પહેલનું પણ આયોજન કરવામાં આવશે.

આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું, ‘મિલેટ’ એ માત્ર આહાર નથી, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક છે. તે શરીર માટે અત્યંત ગુણકારી અને પચવામાં હળવા હોય છે. દેશના સૌ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘શ્રી અન્ન’ (મિલેટ) અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં યોજાઈ રહેલાં મિલેટ મહોત્સવ વિશે વાત કરતાં જીતુ વાઘાણીએ કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પણ આ અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જેના ભાગરૂપે રાજ્યનાં ૧૭ મહાનગરોમાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ દ્વારા બાજરી, જુવાર, રાગી, નાગલી, કાન અને મોરૈયા જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ‘શ્રી અન્ન’નો ખોરાકમાં ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પ્રસંગે પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ વર્ષ ઉજવણીની શરૂઆત કરાવી મિલેટ્સને ભારત પૂરતું સીમિત ન રાખી, દેશ-વિદેશ સુધી પહોંચાડ્યું છે. G20ના સમિટમાં પણ વિદેશના પ્રતિનિધિઓને મિલેટ્સની વાનગી પીરસવામાં આવી હતી.” મિલેટ મહોત્સવની સફળતા વિશે વાત કરતાં તેમણે કહ્યું, “ગયા વર્ષે પાંચ લાખથી પણ વધુ લોકોએ મિલેટ મહોત્સવ અને સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.”
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ક્લાઈમેટ ચેન્જની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ કુદરતી આફતના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું હોવાની વિગતો સરકાર સુધી પહોંચી છે.

AIMIMના કાર્યકર્તાઓ હાથમાં બેનર્સ અને પ્લેકાર્ડ્સ લઈને મસ્જિદની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. દેખાવકારોએ ‘UCC હટાવો, દેશ બચાવો’, ‘UCC રદ કરો’ અને ‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’ જેવા નારા લગાવ્યા હતા. દેખાવકારોનું કહેવું છે કે આ બિલ સામાજિક માળખાને નુકસાન પહોંચાડશે અને તે લિવ-ઈન રિલેશનશિપ જેવા વિષયોને પ્રોત્સાહન આપે છે, જે સંસ્કૃતિની વિરુદ્ધ છે.

