વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 7-11 જૂન ઓવલમાં રમાશે

મુંબઈઃ ટોચની બે ટેસ્ટ-પ્લેઈંગ ટીમ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની દ્વિતીય આવૃત્તિની ફાઈનલ મેચ 7 જૂનથી 11 જૂન વચ્ચે લંડનના ઓવલ મેદાન પર રમાશે. 12 જૂનનો દિવસ રિઝર્વ રખાશે. દક્ષિણ લંડનમાં આવેલા ઓવલ મેદાન પર અત્યાર સુધીમાં 100થી વધારે ટેસ્ટ મેચો રમાઈ ચૂકી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમો બે વર્ષ સુધી એકબીજા સામે તીવ્ર હરીફાઈ કરતી હોય છે. ફાઈનલની વિજેતા ટીમના કેપ્ટનને ICC WTC ગદા (મેસ) મળે છે. આ વખતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં 24 શ્રેણીઓમાં 61 ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે.