આઇસી15 ઇન્ડેક્સ 269 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો ટકી રહ્યો છે અને એનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 269 પોઇન્ટ વધ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ટ્રોન, પોલીગોન, ચેઇનલિંક અને પોલકાડોટમાં 1થી 2 ટકાનો વધારો થયો હતો. શિબા ઇનુ, બિનાન્સ અને ડોઝકોઇનમાં ઘટાડો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 1.082 ટ્રિલ્યન ડોલર થયો હતો.

આર્જેન્ટિનાના નેશનલ સિક્યોરિટીઝ કમિશને ક્રીપ્ટો કંપનીઓએ પાળવાનાં નિયમો અને ધારાધોરણો ઘડવાનું નક્કી કર્યું છે. આ કાયદા હેઠળ યુઝરનું રક્ષણ કરવામાં આવશે તથા મની લોન્ડરિંગ થતું અટકાવવામાં આવશે.

બીઆઇએસ સીબીડીસીના પ્રયોગ પર લક્ષ કેન્દ્રીત કરશે અને સ્ટેબલકોઇન પર દેખરેખ રાખવા માટે નવો પ્રોજેક્ટ શરૂ કરશે. દુબઈની વર્ચ્યુઅલ એસેટ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ દુબઈમાં કામકાજ કરવા ઈચ્છતી ક્રીપ્ટોકરન્સી કંપનીઓ માટે નવી નિયમાવલિ પ્રકાશિત કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.80 ટકા (269 પોઇન્ટ) વધીને 33,669 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,400 ખૂલીને 34,134ની ઉપલી અને 32,957 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.