બીએસઈ-એસએમઈ પર અર્થસ્ટહલ એન્ડ એલોય્ઝ લિસ્ટ થઈ

મુંબઈ: બીએસઈ એસએમઈ એક્સચેન્જ પર 416મી કંપની તરીકે અર્થસ્ટહલ એન્ડ એલોય્ઝ લિમિટેડ લિસ્ટ થઈ છે. છત્તીસગઢસ્થિત આ કંપની કાસ્ટ આયર્ન લમ્પ્સ અને ડક્ટાઈલ આયર્ન પાઈપ ફિટિંગ્સનું ઉત્પાદન કરે છે.

કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 32.40 લાખ ઈક્વિટી શેર, શેરદીઠ રૂ.40ની  કિંમતે ઓફર કરી રૂ.12.96 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 31 જાન્યુઆરી, 2023ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મુંબઈસ્થિત હેમ સિક્યોરિટીઝ લિમિટેડ લીડ મેનેજર હતી.

અર્થસ્ટહલ એન્ડ એલોય્ઝના લિસ્ટિંગ સાથે બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 416 થઈ છે. લિસ્ટેડ 415 કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન 7 ફેબ્રુઆરી, 2023ના રોજ રૂ.63,536 કરોડ રહ્યું હતું. બીએસઈ 60 ટકા બજાર હિસ્સા સાથે આ ક્ષેત્રે મોખરે છે.