નવી દિલ્હીઃ IPL સીઝન 15માં સનરાઇઝર્સ હૈદરાબાદનો પ્રારંભ ઘણો ખરાબ રહ્યો છે. ટીમે પહેલી જ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે ટીમ ભલે હારી ગઈ, પણ ટીમના યુવા ઝડપી બોલરે તેની બોલિંગની સ્પીડથી બધાનું દિલ જીતી લીધું હતું. આ ઘાતક બોલર મેચમાં પ્રતિ કલાકે 150 કિલોમીટરથી વધુ ઝડપે બોલિંગ કરતો જોવા મળ્યો હતો, જેને રમવો બેટ્સમેનો સામે સરળ નહોતું.
હૈદરાબાદના ઉમરાન મલિકે IPLની મેચમાં તીવ્ર ઝડપે બોલિંગ કરી હતી. તેણે ઘાતક બોલિંગથી ક્રિકેટ વિશ્વમાં નામ કમાવી લીધું હતું. તેણે તીવ્ર ઝડપથી બેટ્સમેનોને મૂંઝવી કાઢ્યા હતા. તેણે મેચમાં કલાકદીઠ 150 કિમીની ઝડપે બોલિંગ કરી હતી. જેથી તે આ સીઝનમાં સૌથી વધુ ઝડપે બોલર બની ગયો હતો.
મલિકે આ મેચમાં બે વિકેટ પણ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 38 રન આપીને બે મહત્ત્વની વિકેટ ઝડપી હતી. પડિકલ સારી બેટિંગ કરી રહ્યો હતો, પણ ઉમરાને તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
https://twitter.com/itzgautamm/status/1508828468351406081
IPLમાં સૌથી ઝડપી બોલિંગ કરનારાની યાદીમાં મોહમ્મજ શમી અને જસપ્રીત બુમરાહ પણ મલિકની આસપાસ નથી. ઉમરાને IPL સીઝન 14માં સૌથી વધુ પ્રતિ કલાક 155+ની ઝડપે બોલિંગ કરી હતી. એ પછી હૈદરાબાદનો ખલીલ અહમદ કલાકદીઠ 147.38ની ઝડપે બોલિંગ કરનાર ત્રીજા ક્રમે છે. ફ્રેન્ચાઇઝીએ લિલામી દરમ્યાન કેન વિલિયમસન સિવાય અબ્દુલ સમદ અને મલિકને રિટેન કરીને સૌને અચંબિત કર્યા હતા. મલિકને રૂ. ચાર કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. મલિકે IPLની ચાર મેચમાં ચાર વિકેટ લીધી છે.