WTC-ફાઇનલમાં વિરાટ, પંત ગેમચેન્જર બને એવી શક્યતા

નવી દિલ્હીઃ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલના કેટલાક દિવસો પહેલાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરના મતે કેન વિલિયમસનની આગેવાની ટીમને સાઉથમ્પ્ટનની સ્થિતિ (હવામાન)ને લીધે લાભ થશે, કેમ કે એ કેટલીક રીતે ન્યુ ઝીલેન્ડની સમાન છે. માંજરેકરના મતે ચેતેશ્વર પૂજારા અગ્ર હરોળમાં યોદ્ધાની ભૂમિકા નિભાવશે, પણ ભારતના કેપ્ટન વિરાટ કોહલી ગેમચેન્જર બનશે. માંજરેકરે કહ્યું હતું કે કોહલી ધીમી અને સીમિંગ કન્ડિશન્સમાં પિચ પર વધુ સહજ નથી રહેતો, પણ WTCની ફાઇનલ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન ખીલી ઊઠે એવી શક્યતા છે. આ ટેસ્ટમાં બધા પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. વિરાટ ધીમા અમને શાંત રહેવાની સ્થિતિની મજા નથી લેતો, પણ ન્યુ ઝીલેન્ડ ઇંગ્લેન્ડમાં સારી સ્થિતિમાં હશે.

માંજરેકરના મતે હાલના ફોર્મને જોતાં કોહલી પછી રિષભ પંત ભારત માટે બીજો ગેમચેન્જર હશે. ન્યુ ઝીલેન્ડને પણ ભારતીય બેટિંગ મજબૂત લાગી રહી છે અને રિષભ પંતે રાહ જોવી પડશે. જોકે ન્યુ ઝીલેન્ડમાં હાલમાં વિરાટ કોહલી સંઘર્ષ કરતાં નજરે ચઢ્યો હતો.

ન્યુ ઝીલેન્ડ એમ વિચારશે કે ભારતના પાંચ બેટ્સમેનો જલદી ખેરવીને મેચ પોતાના તરફી થઈ જશે તો તેઓ સૌથી મોટી ભૂલ કરશે, કેમ કે પંત છઠ્ઠા ક્રમે આવે છે અને મેચનું પાસું બદલવાની ક્ષમતા રાખે છે. તેણે બે વાર આમ કર્યું છે. પંત હજી પણ ટેસ્ટને કારકિર્દી માને છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે બંને ટીમોની જાહેરાત થઈ ગઈ છે.