ઓલિમ્પિક ક્વૉલિફાઈંગ સ્પર્ધા રદ થતાં સાઈનાને નિરાશા

હૈદરાબાદઃ આ વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થવાના ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓને આંચકો લાગ્યો છે. ઓલિમ્પિક્સ પૂર્વેની આખરી ક્વૉલિફિકેશન સ્પર્ધા – સિંગાપોર ઓપનને કોરોનાવાઈરસ બીમારીના ફેલાવાને કારણે રદ થયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને જાહેર કરતાં ટોકિયો ગેમ્સમાં ભાગ લેવાના સાઈના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતનું ભાવિ અનિશ્ચિત બની ગયું છે. સિંગાપોર ઓપન 1-6 જૂને સિંગાપોરમાં રમાવાની હતી.

ભારતની પી.વી. સિંધુ (મહિલા સિંગલ્સ), બી. સાઈ પ્રણીત (પુરુષ સિંગલ્સ) અને સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી તથા ચિરાગ શેટ્ટી (પુરુષ ડબલ્સ) – આ ખેલાડીઓ ટોકિયો ગેમ્સ માટે ક્વાલિફાય થઈ ચૂક્યાં છે. પરંતુ 2012માં લંડન ઓલિમ્પિક્સમાં મહિલા સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર અને ભૂતપૂર્વ મેન્સ સિંગલ્સ વર્લ્ડ નંબર-1 શ્રીકાંતને ક્વૉલિફિકેશન સ્પર્ધા રદ થવાથી ટોકિયો ગેમ્સમાં ભાગ લેવા અંગે નિરાશા થઈ આવી છે.