એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં આજથી શરૂ થઈ હતી. ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. જોકે ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ થઈ હતી અને સમયાંતરે વિકેટ પડતી હતી. ટીમ ઇન્ડિયા કુલ 180 રનમાં ઓલઆઉટ થઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા દિવસની રમતને અંતે એક રન ગુમાવીને 86 2ન કર્યા હતા.
એ પહેલાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ શૂન્ય પર આઉટ થયો હતો. મિચેલ સ્ટાર્કે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતની બીજી વિકેટ કેએલ રાહુલના રૂપમાં પડી હતી. 64 બોલનો સામનો કરીને તે 37 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલે આ ઈનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીના રૂપમાં ટીમની ત્રીજી વિકેટ પડી, તે માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો.
He Does It 🙌@Jaspritbumrah93 gets the first wicket for #TeamIndia
Live ▶️ https://t.co/upjirQCmiV#AUSvIND pic.twitter.com/gF3sJgHHwV
— BCCI (@BCCI) December 6, 2024
ત્યાર બાદ શુભમન ગિલ અને રાહુલ વચ્ચે અડધી સદીની ભાગીદારી બની હતી. પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં. શુભમન 51 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. રિષભ પંતે 35 બોલનો સામનો કરીને 21 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. હર્ષિત રાણા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જોકે રેડ્ડીએ ઓસ્ટ્રેલિયન બોલરોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે 54 બોલનો સામનો કર્યો અને 42 રન બનાવ્યા. મોહમ્મદ સિરાજે એક ફોરની મદદથી અણનમ 4 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 14.1 ઓવરમાં 48 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. સ્કોટ બોલેન્ડે 13 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ લીધી હતી.