ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહારઃ ઇશાન, હાર્દિકે ફટકારી અર્ધસદી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે કેન્ડીમાં રમાઈ રહેલી રસાકસીભરી મેચમાં ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. ઇશાન હાલમાં 60 રન બનાવીને નોટઆઉટ છે, જ્યારે હાર્દિક પંડ્યાએ તેની સાથે ભાગીદારીમાં 56 રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ઇશાન કિશન અને હાર્દિકે ટીમની ઇનિંગને સંભાળી છે. ઇશાને કરિયરની સાતમી અર્ધસદી ફટકારી છે. આ તેની વનડેમાં સતત ચોથી ફિફ્ટી છે.

આ પહેલાં ટીમ ઇન્ડિયાની ખરાબ શરૂઆત થઈ હતી. ભારતે 66 રનની અંદર રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર અને શુભમિન ગિલની વિકેટ સસ્તામાં ગુમાવ્યા હતા. રોહિતે 11, વિરાટે ચાર, શ્રેયસે 14 અને ગિલ 10 રન બનાવીને આઉટ થયા હતા.

પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ બે અને હેરિસ રૌફે બે વિકેટ લીધી હતી. ઈશાન કિશને 54 બોલમાં તેના 50 રન પૂરા કર્યા, આ તેની વન-ડેમાં સતત ચોથી અડધી સદી પણ છે.

ભારતની સંભવિત પ્લેઇંગ 11- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ.પાકિસ્તાનની 11 ટીમમાં- ફખર જમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ.