T20 વર્લ્ડ કપઃ ધોની-કોહલી, શાસ્ત્રીએ વ્યૂહરચનાની ચર્ચા કરી  

દુબઈઃ T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ પહેલાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને મેન્ટર એમએસ ધોનીને વૈકલ્પિક તાલીમ શિબિરમાં મેચની વ્યૂહરચના ઘડતા જોવા મળ્યા હતા. એ પછી ટીમની તાલીમ શિબિર પહેલાં કોહલી અને ધોનીની વચ્ચે પણ વિચારવિમર્શ થયો હતો.

રસપ્રદ વાત એ છે કે કોહલી અને સૂર્યકુમાર યાદવે પણ લાંબી વાતચીત કરી હતી. ધોની અને શાસ્ત્રી પણ એકમેક સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. નેટમાં કેપ્ટન વિરાટ કોહલી અને ડેપ્યુટી રોહિત શર્મા નેટ્સમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

પીઠની ઇજાને કારણે રવિવારે ન્યુ ઝીલેન્ડ સામેની મેચમાં નહીં રમી શકનાર સૂર્યકુમાર પણ તાલીમ શિબિરમાં પ્રેક્ટસ કરતો જોવા મળ્યો હતો, તેણે હળવા જોગિંગ સાથે શરૂઆત કરી હતી. ફિઝિયો નીતિન પટેલ અને સ્ટ્રેન્ગ્થ અને કન્ડિશનિંગ કોચ નિક વેબ પણ સૂર્યાને પ્રેક્ટિસ કરતા જોઈ રહ્યા હતા. ટીમના મોટા ભાગના બેટ્સમેન તાલીમ સેશનમાં હાજર હતા. જોકે કેએલ રાહુલ અને રિશભ પંત તાલીમ શિબિરને મિસ કરી હતી, જ્યારે બોલરોમાં જાડેજા, ઠાકુર અને રાહુલ ચહર હાજર હતા. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ તાલીમ શિબિરમાં હાજર નહોતો, કેમ કે તે ટીમની મુશ્કેલ સમયે રમવા માટે હંમેશાં તૈયાર છે.

ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં આગળ સેમી ફાઇનલની સ્પર્ધામાં બની રહેવું હોય તો તેણે અફઘાનિસ્તાન સામે મોટા અંતરથી જીતવું એકદમ જરૂરી છે.