ન્યુ યોર્કઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ પુરુષ ICC T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિ પહેલી જૂનથી શરૂ થઈ રહી છે. સૌપ્રથમ વાર 20 ટીમો એકબીજાને ટક્કર આપશે. પહેલી જૂનથી 29 જૂન, 2024 સુધી USA અને વેસ્ટ ઇન્ડિઝમાં હશે.
વિશ્વ કપની મોટા ભાગની મેચો (55)નું આયોજન કેરેબિયન દેશોમાં થશે. એમાં નોકઆઉટ તબક્કાની સાથે ફાઇનલ પણ સામેલ છે. અમેરિકાનાં ત્રણ સ્થાનો ન્યુ યોર્ક, ડલાસ અને લોડરહિલમાં કુલ 16 મેચો રમાશે. 29 એપ્રિલે ન્યુ ઝીલેન્ડે સૌથી પહેલાં ટીમની ઘોષણા કરી હતી, જ્યારે સૌથી છેલ્લે 24 મેએ પાકિસ્તાને ટીમનું એલાન કર્યું હતું. ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી, ભારતના યુવરાજ સિંહ અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ અને મહાન એથ્લીટ ઉસેન બોલ્ટને T20 વિશ્વ કપના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આફ્રિદીએ 2009માં પાકિસ્તાનની T20 વિશ્વ કપ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
નવ જૂને ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાશે. આ ઓલિમ્પિકમાં ક્રિકેટની 128 વર્ષ પછી વાપસી થશે.T20 વર્લ્ડ કપ 2024માં 20 ટીમો ભાગ લેશે. આ 20 ટીમો વચ્ચે પહેલી જૂનથી 29 જૂન સુધી 71 મેચો રમાશે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આવું પહેલી વાર થઈ રહ્યું છે, જેમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. આ સાથે T20 વર્લ્ડ કપ 2024ને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ એસોસિયેશન મળીને હોસ્ટ કરશે. આમ આવું પહેલી વાર થઈ રહ્યું, જેમાં બે ક્રિકેટ બોર્ડ મળીને આ ટુર્નામેન્ટનું આયોજન કરશે.