ચેન્નઈઃ તામિલનાડુના સ્પોર્ટ્સના કોચ પી. નાગરાજન પર કેટલીક મહિલા એથ્લીટોએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. પી. નાગરાજન પર ફિઝિયોથેરપીને બહાને મહિલા એથ્લીટોથી યૌન ઉત્પીડન કરવાના આરોપીની તપાસ પહેલાંથી ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની કોચ કેટલાંય વર્ષોથી મહિલા એથ્લીટોનું યૌન ઉત્પીડન કરતો રહ્યો હતો. આરોપીની સામે પહેલી ફરિયાદ પછી અન્ય એથ્લીટોએ આગળ આવીને આરોપીની સામે માહિતી અને સાક્ષી આપી હતી. આરોપી કોચ નાગરાજનની સામે હાલમાં યૌન ઉત્પીડનની સાત વધુ ફરિયાદો થઈ છે.
નાગરાજનની સામે નવી ફરિયાદો આવવાની વચ્ચે તપાસમાં ખુલાસો થયો હતો કે તે મહિલા ખેલાડીઓની ફિઝિયોથેરપી સારવાર કરવાને બહાને યૌન ઉત્પીડન કરોડ હતો. પોલીસના જણાવ્યાનુસાર તે મહિલા ખેલાડીઓને યોગ્ય તાલીમ અપાય તો તે મોટી ગેમ્સમાં ભાગ લઈને તેમના પર દબાણ કરતો હતો. તે ફિઝિયોથેરપી સારવારથી જ તેમને આરામ મળી શકે છે- એવી રીતે જણાવતો હતો.
તે વર્ષોથી આ પ્રકારની હરકતો કરતો હતો અને તેને વિશ્વાસ થઈ ગયો હતો કે તેની સામે કોઈ ફરિયાદ કરવાની હિંમત નહીં કરે, પણ હવે નાગરાજનની સામે યૌન ઉત્પીડનની સાત વધુ ફરિયાદો મળી હતી. આ ફરિયાદીઓ અમારી સાક્ષી હશે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું. નાગરાજન (59)ની 19 વર્ષીય યુવતીની ફરિયાદ પછી 30 મેએ ધરપકડ કરવામાં આવી હતી. યુવતી પહેલી ખિલાડી હતી, જેણે કહ્યું હતું કે તેનું વર્ષો સુધી ઉત્પીડન કરવામાં આવ્યું હતું.