ઋષભ પંત વિરાટ કોહલીનો ઉત્તરાધિકારી બની શકેઃ યુવરાજ સિંહ

નવી દિલ્હીઃ ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો એનાથી દેશનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ઘણો પ્રભાવિત છે. તેનું માનવું છે કે યુવા વિકેટકીપર નચિંત દ્રષ્ટિકોણ સાથે નવીન વિચારો ધરાવે છે, જેથી તે ટીમ ઇન્ડિયાના સફળ કેપ્ટન વિરાટ કોહલી પછી ટીમના કેપ્ટનનો દાવેદારોમાંનો એક છે.

વિરાટ કોહલી 2017માં એમએસ ધોનીએ ટીમની કેપ્ટનશિપ છોડ્યા પછી નિર્વિવાદ કેપ્ટન રહ્યો છે અને એના આયોજનમાં કોઈ જોખમ નથી. યુવરાજે કહ્યું હતું કે કોહલીના કાર્યકાળમાં સામેલ થવા સાથે પંત એક ઉત્તરાધિકારી તરીકે આગળ વધી રહ્યો છે. પંતે IPL 2021માં દિલ્હી કેપિટલ્સનું સુકાન સંભાળ્યું હતું અને તેણે આઠમાંથી છ મેચ જીતવામાં મદદ કરી હતી. હાલ IPL કોરોનાને લીધે સસ્પેન્ડ કરવામાં આવી હતી, જેથી લીગની બાકીની મેચો હવે રમાશે.

હું ઋષભ પંતને ટીમ ઇન્ડિયાનો એક કેપ્ટનના રૂપમાં જોઉં છું, કેમ કે એ ઊછળકૂદ કરવાવાળો, સ્માર્ટ અને ગોળમટોળ છે, પણ મને લાગે છે કે તે સ્માર્ટ છે, કેમ કે મેં તેને દિલ્હી કેપિટલ્સની IPLમાં કેપ્ટનશિપ કરી રહ્યો હતો, ત્યારે જોયો હતો. તે અત્યાર સુધી બહુ ચતુરાઈપૂર્વક રમ્યો છે અને તેનામાં આવનારાં વર્ષોમાં ટીમ ઇન્ડિયાની ધુરા સંભાળવાની ક્ષમતા છે.

2017માં ભારતમાં પદાર્પણ કર્યા પછી 23 વર્ષીય પંતની વિકેટકીપિંગ પર પ્રારંભમાં સવાલો ઊભા થયા પછી તેણે ટીમમાં તેની જગ્યાએ પાકી કરી લીધી હતી.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]