22 વર્ષીય આ ફૂટબોલરે ઇંગ્લેન્ડનું 55 વર્ષ સપનું રોળ્યું

લંડનઃ ઇટાલીની ટીમે ઇંગ્લેન્ડને હરાવીને યુરો કપ 2020 જીતી લીધો છે. ઇટાલીએ 53 વર્ષ વર્ષ પછી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ પર કબજો જમાવ્યો છે. છેલ્લી વાર એણે 1968માં એ ટ્રોફી જીતી હતી. રવિવારે રમાઈ રહેલી ફાઇનલમાં એક્સ્ટ્રા ટાઇમ સુધી બંને ટીમો 1-1થી બરાબર હતી એ પછી વિજેતાનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા કરવામાં આવ્યો હતો. ઇટાલીની જીત પછી હીરો રહેલા ટીમના યુવા ગોલકીપર Gianluigi Donnarumma તેણે પૂરી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પેનલ્ટી શૂટઆઉટમાં તેની રમત કમાલની રહી હતી અને તેણે ટીમને 3-2થી જીત મેળવી હતી. તેને પ્લેયર ઓપ ધ ટુર્નામેન્ટ માટે પસંદ કરવામાં આવ્યો હતો. તે ઇટલીનો રાષ્ટ્રીય હીરો બની ગયો હતો.

22 વર્ષીય આ ખેલાડીએ શરૂઆત ઇટાલીની ક્લબ એસી મિલાનની સાથે. હાલમાં તેણે ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ-જર્મનની સાથે ડીલ સાઇન કરી છે. Gianluigi Donnarummaએ જેવી ડાબી બાજુ અને છલંગ મારીને બુકાયો સાકાની પેનલ્ટી કિકને અટકાવી હતી. જેથી ઇંગ્લેન્ડનું 55 વર્ષથી વૈશ્વિક પુરસ્કાર જીતવાનું સપનું તૂટી ગયું હતું.

ઇંગ્લેન્ડની ટીમનું પ્રદર્શન પેનલ્ટી શૂટઆઉટ પછી બહુ ખરાબ રહ્યું. તેણે એક, બે નહીં બલકે ત્રણ તક ગુમાવી. ઘરેલુ મેદાન બેમ્બલેમાં ઇંગલેન્ડને આ પ્રકારના પ્રદર્શનની આશા જરાય નહીં હોય. ઇંગ્લેન્ડના હારતાં સ્ટેડિયમમાં હાજર ફેન્સના ચહેરા ઊતરી ગયા હતા.

ચાર વર્ષનો સમય પણ નહોતો વીત્યો, જ્યાં ઇટાલીની ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇડ ન કરી શકી. સામે પક્ષે ઇંગ્લેન્ડ 55 વર્ષ પછી પહેલી મોટી ફાઇનલ રમી રહી હતી. ઇંગ્લેન્ડ 2-1થી આગળ હતું, પણ ઇટાલીના બુનાચી અને ફેડેરિકોએ ધનાધન લોગ કરતાં 3-2નું અંતર કરી દીધું હતું.