‘સચિન તેંડુલકર ફાઉન્ડેશન’ના ડિરેક્ટર બન્યા સારા તેંડુલકર

મુંબઇ: પૂર્વ લેજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરે પુત્રી સારા તેંડુલકરને પોતાના ફાઉન્ડેશન ‘સચિન તેંડુલકર ફાઉન્ડેશન’ (STF)ના નવા ડિરેક્ટર બનાવ્યા છે. આ ફાઉન્ડેશન ગરીબ બાળકોના કલ્યાણ માટેનું કામ કરે છે. સચિને પોતે સોશિયલ મીડિયા પોસ્ટથી આ માહિતી આપી હતી. આ પહેલા સચિનના પત્ની અંજલિ STFના ડિરેક્ટર હતા.’

I’m overjoyed to share that my daughter Sara Tendulkar has joined the @STF_India as Director.

સચિને સોશિયલ મીડિયા પર લખ્યું, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારી પુત્રી સારા STFમાં ડિરેક્ટર તરીકે જોડાઈ છે. તેણે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.સચિન તેંડુલકર ફાઉન્ડેશનની શરૂઆત સચિન અને તેમના પત્ની અંજલિ તેંડુલકરે વર્ષ 2019માં કરી હતી. મુંબઈમાં સ્કૂલનો અભ્યાસ પૂરો કરનાર સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 7.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. સારા પહેલાથી જ STFના કામમાં સહકાર આપે છે.