ફૂટબોલ વર્લ્ડ કપઃ રોનાલ્ડોના સોલો ગોલની મદદથી પોર્ટુગલે મોરોક્કોને 1-0થી હરાવ્યું

મોસ્કો – અહીંના લઝનિકી સ્ટેડિયમ ખાતે આજે ફિફા વર્લ્ડ કપ-2018માં ગ્રુપ-Bની મેચમાં પોર્ટુગલે મોરોક્કોને 1-0થી પરાજય આપ્યો છે. મેચનો એકમાત્ર ગોલ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ કર્યો હતો.

રોનાલ્ડોએ હેડર ગોલ મેચની ચોથી મિનિટે કર્યો હતો.

ગ્રુપમાં પોર્ટુગલનો આ પહેલો વિજય છે. પહેલી મેચ સ્પેન સામે રમાઈ હતી જે 3-3થી ડ્રોમાં પરિણમી હતી. એ મેચના ત્રણેય ગોલ રોનાલ્ડોએ કર્યા હતા.

આફ્રિકી દેશની ટીમ મોરોક્કોએ ગોલ કરવાના અનેક પ્રયાસો કર્યા હતા, પણ એને સફળતા મળી નહોતી.

ગ્રુપમાં મોરોક્કોનો આ બીજો પરાજય છે. પહેલી મેચમાં એનો ઈરાન સામે 0-1થી પરાજય થયો હતો. આમ, સ્પર્ધામાંથી બાકાત થવાની એની સંભાવના વધી ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]