લંડનઃ શું ટેસ્ટ ક્રિકેટ ધીમે-ધીમે ખતમ થઈ જશે? વર્ષ 2026 પછી ન્યુ ઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ, બંગલાદેશ, અફઘાનિસ્તાન, આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે જેવા દેશો ટેસ્ટ મેચ નહીં રમે. માત્ર ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, સંભવતઃ દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન જ ટેસ્ટ મેચ રમશે. આવો દાવો કર્યો છે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને. હાલમાં તેણે આ વાતને લઈને ટ્વીટ કર્યું છે.
એ ટ્વીટમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેણે દાવો કર્યો છે કે ટેસ્ટ ક્રિકેટ ધીમે-ધીમે ખતમ થઈ રહ્યું છે. આ બહુ દુઃખદ છે, પણ મને લાગે છે કે ધીમે-ધીમે આવું થશે, એમ તેણે કહ્યું હતું. 2026 પછી કેટલાક દેશો જ ક્રિકેટ રમશે. તેના ટ્વીટ પછી ટેસ્ટ મેચને લઈને સોશિયલ મિડિયા પર ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કોઈ આ ટ્વીટ પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યું છે તો કોઈ આ વાતે સહમતી દર્શાવી રહ્યું છે. હજી હાલમાં જ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. પહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપ ન્યુ ઝીલેન્ડે જીતી હતી.
સોશિયલ મિડિયા યુઝર સવાલ કરી રહ્યા છે કે ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી સ્પર્ધા હવે શરૂ થઈ છે તો ટેસ્ટ ક્રિકેટ પાંચ વર્ષમાં કેવી રીતે પૂરી થઈ જશે. હાલના સમયે 12 દેશ ટેસ્ટ મેચ રમી રહ્યા છે. પીટરસનના દાવા અનુસાર એમાંથી પાંચ જ બચશે.
This is painful to tweet but I think this is slowly happening…
In 2026 there will only be a few Test Match cricketing nations.
ENGLAND
INDIA
AUSTRALIA
Possibly SOUTH AFRICA & PAKISTAN.
👀— Kevin Pietersen🦏 (@KP24) September 4, 2021
જોકે ટેસ્ટ ક્રિકેટનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે, પણ એને આંતરરાષ્ટ્રીય એને આંતરરાષ્ટ્રીય રમત તરીકે ઓળખ 18મી સદીમાં મળવાની શરૂ થયા પછી કેટલાય દેશ ટેસ્ટ ક્રિકેટ રમવા લાગ્યા હતા.