નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ કંગાળ ફોર્મમાં છે. તે હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. હાલ બેટિંગમાં તેનો દેખાવ ખાસ નથી રહ્યો. જોકે લીડ્સમાં તેણે અડધી સદ ફટકારી હતી, પણ એ ટીમ માટે પૂરતી નહોતી. છેલ્લાં બે વર્ષથી તેણે કોઈ સદી નથી ફટકારી, તેને લઈને તમામ ભારતીય ક્રિકેટપ્રેમીઓ સવાલ ઉઠાવી રહ્યા છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની પિચો પર સારું નથી રમી શકતો. તે સારી રીતે આઉટ સ્વિંગનો બોલ રમી નથી શકતો. તે સ્વિંગ અને સીમ બોલ સામે સારો દેખાવ નથી કરી શકતો, એમ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર આકિબ જાવેદે કહ્યું છે. ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની પિચો પર તે વધુ વાર ટકી નથી શકતો. તમે સારા આઉટ સ્વિંગ બોલ પર તેના શોટ જુઓ. તમે સમજી જશો કે આ પ્રકારના બોલ પર તે કેટલું ખરાબ પ્રદર્શન કરે છે. વળી, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની પિચો પર બોલ જબરદસ્ત સ્વિંગ થાય છે.
કોહલીએ અત્યાર સુધી 95 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 51થી વધુની સરેરાશથી તેણે 7671 રન બનાવ્યા છે. તેણે 254 આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં 12,169 રન બનાવ્યા છે. જોકે આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં વિરાટનું પ્રદર્શન સારું રહ્યું છે. 89 મેચોમાં 52થી વધુની સરેરાશથી તેણે 3159 રન બનાવ્યા છે. વિરાટે કેરિયરમાં 49 સદી ફટકારી છે. તેણે વનડેમાં 43 સદી ફટકારીને વિશ્વમાં બીજા ક્રમાંકે છે. ટેસ્ટ મેચોમાં કોહલીએ 27 સદી ફટકારી છે, પણ આકિબ જાવેદે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં દેખાવને લઈને શંકા જાહેર કરી છે.