નવી દિલ્હીઃ ICC વીમેન્સ T20 વર્લ્ડ કપ 2023માં ભારત ઓસ્ટ્રેલિયાની સામે પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, પણ ટીમ ઇન્ડિયાની હાર પર ભૂતપૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કરીને કહ્યું હતું કે મેચમાં હરમનપ્રીતનું રનઆઉટ થવું એ ટર્નિંગ પોઇન્ટ હતો, જેથી ભારતે ફાઇનલમાં જગ્યા બનાવવા માટે નિરાશ થવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાની કઠિન નસીબ હતું. હરમનપ્રીત કૌર અને જેમિમાહ રોડ્રિગ્સ રમતને જીત તરફ લઈ જઈ રહી હતી, પણ ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર વાપસી કરી હતી અને અંતે ભારત હારી ગયું હતું. ટીમ ઇન્ડિયા વીમેન્સ T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પાંચ વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાથી હારી ગઈ હતી. આ મેચમાં પણ છેલ્લી ઓવરમાં ટીમ ઇન્ડિયાને પાંચ રનથી હારી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ પસંદ કરતાં ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા, જેમાં બેથ મોનીએ 37 બોલમાં 54 રનની અર્ધસદીની ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન મેગ લેનિંગ (49) અને એસલે ગાર્ડનરે 31 રને મોનીને સારો સાથ આપ્યો હતો.
Tough luck Team India. #HarmanpreetKaur & #JemimahRodrigues looked like taking the game away but the Aussies fought back brilliantly & in the end India have fallen short. Harmanpreet’s runout was the turning point & India will be disappointed to miss out on the finals. #INDWvAUSW pic.twitter.com/RY06QHDrE0
— VVS Laxman (@VVSLaxman281) February 23, 2023
ભારત માટે શિફા પાંડેએ ચાર ઓવરમાં 32 રન આપીને બે વિકેટ લીધી હતી. રાધા યાદવ અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ લીધી હતી. 173 રનનો પીછો કરતાં ભારતની 28 રનમાં ત્રણ વિકેટ પડી હતી, એમાં જેમિમા રોડ્રિગ્સે 43 અને હરમનપ્રીત વચ્ચે 69 રનની ભાગીદારી થઈ હતી.
હરમનપ્રીતે શાનદાર અર્ધસદી ફટકારી હતી. ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં આઠ વિકેટે 167 રન બનાવી શકી હતી. આ પ્રકારે ઓસ્ટ્રેલિયાએ ફરી એક વાર ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થયું હતું.