મહિલા IPL માટે મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી નવી જર્સી, ક્રિકેટ કિટ

મુંબઈઃ મહિલા પ્રીમિયર લીગ (WPL 2023)ની પહેલી મોસમ આવતા અઠવાડિયાથી મુંબઈમાં શરૂ થશે. પહેલી મેચ 4 માર્ચે રમાશે. પહેલો મુકાબલો મુંબઈ ઈન્ડિન્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો વચ્ચે થશે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેની ખેલાડીઓનાં જર્સીનો પહેલો લૂક શેર કર્યો છે. ફ્રેન્ચાઈઝીએ તેના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને જર્સીનું અનાવરણ કર્યું છે. જર્સીનો રંગ હળવો બ્લૂ રંગનો છે. તેની કિનારીઓ પર ઘેરા સોનેરી રંગની બોર્ડર છે. સ્પર્ધામાં પાંચ ટીમ રમશે. મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, યૂપી વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સ.

મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમઃ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), નેટ સિવર, એમિલિયા કેર, પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, હીધર ગ્રેહામ, ઈસાબેલ વોંગ, અમનજોત કૌર, દારા ગુજરાલ, સાઈકા ઈશાક, હેલી મેથ્યૂઝ, ક્લો ટ્રાયોન, હુમૈરા કાઝી, પ્રિયંકા બાલા, સોનમ યાદવ, નીલમણી કલિશ, સોનમ યાદવ.