હાર્દિક પંડ્યાએ ટોસમાં કાર્તિકની મોટી ભૂલને સુધારી

અમદાવાદઃ હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા માટે ગઈ કાલનો દિવસ ખૂબ મહત્ત્વનો હતો, કેમ કે તેઓ IPL 2023માં એકમેકની વિરોધી ટીમના કેપ્ટનશિપ કરનારા પહેલા ભાઈ-ભાઈ હતા. ઇજાને કારણે કેએલ રાહુલને IPL અધવચ્ચેથી છોડવી પડી હતી. જોકે ટોસ દરમ્યાન TV પ્રસ્તુતકર્તા મુરલી કાર્તિકે એક મોટી ભૂલ કરી હતી. કુણાલે ટોસ ઊછળ્યો, ત્યારે હેડ કહ્યું હતું કે અને સિક્કો ઊછળીને પણ હેડ આવ્યો હતો, પણ કાર્તિકે ભૂલથી એને ટેલ કહ્યો હતો. જોકે હાર્દિકે કાર્તિકની ભૂલ સુધારી લીધી હતી.

ગુજરાત ટાઇટન્સની પહેલાં બેટિંગ હતી, જેમાં શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહાએ વિસ્ફોટક અર્ધ સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટસ સામે બે વિકેટે 227નો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. આ IPLના ઇતિહાસમાં GTનો સૌથી મોટો સ્કોર હતો. ત્યાર બાદ LSGએ આ મેચમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવી શકી હતી.

 

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટોસ દરમ્યાન પિતાને યાદ કર્યા હતા. તેણે કહ્યું હતું કે આ એક ઇમોશનલ ડે છે. અમારા પિતાને અમને અહીં જોઈને ગર્વ થતો હશે. આવું સૌપ્રથમ વાર થઈ રહ્યું છે, એટલે અમારા પરિવારને અમારા પર ગર્વ છે.

એક પંડ્યા આજે જરૂર જીતશે. કુણાલે કહ્યું હતું કે પોતપોતાની ટીમોની કેપ્ટનશિપ કરવા એ એક સ્વપ્ન સમાન છે. તેણે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ સિવાય બંને ભાઈઓ ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે.