પાકિસ્તાનમાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીની બીજી મેચ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મુકાબલામાં, ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને જ્યારે આફ્રિકન ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી, ત્યારે તેણે 26 વર્ષીય મેથ્યુ બ્રિત્ઝકેને ડેબ્યૂની તક આપી. મેથ્યુએ પોતાની પહેલી જ મેચમાં ઇતિહાસ રચી પોતાની ડેબ્યૂ વનડે મેચમાં 150 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.
મેથ્યુ બ્રિત્ઝકે ન્યૂઝીલેન્ડ સામે ૧૪૮ બોલમાં ૧૫૦ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે ૧૧ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકાર્યા. તેમના પહેલા, ODI ડેબ્યૂ મેચમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ડેસમંડ લીઓ હેન્સના નામે હતો, જેમણે 1978માં ઓસ્ટ્રેલિયા સામે 148 રન બનાવ્યા હતા.
20 બોલમાં 49 રન બનાવ્યા
મેથ્યુ બ્રિત્ઝકે ખૂબ જ ધીમી ગતિએ સદીની ઇનિંગ્સ રમી. તે એટલો ધીમો રમી રહ્યો હતો કે તેણે ૧૨૮ બોલમાં પોતાની સદી પૂરી કરી, પરંતુ સદી પૂરી થતાં જ આ ૨૬ વર્ષીય બેટ્સમેન તોફાની મોડમાં આવી ગયો. બ્રિત્ઝકે આક્રમક બેટિંગ કરી અને આગામી 20 બોલમાં 49 રન બનાવ્યા. આમ, તેની ઇનિંગ્સ ૧૪૮ બોલમાં ૧૫૦ રનના સ્કોર પર સમાપ્ત થઈ. મેચમાં બ્રિત્ઝકેએ વિઆન મુલ્ડર સાથે ૧૩૧ રનની ભાગીદારી અને જેસન સ્મિથ સાથે ૯૩ રનની ભાગીદારી કરી.
વનડે ડેબ્યૂમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
- મેથ્યુ બ્રિત્ઝક- ૧૫૦ રન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ
- ડેસમંડ હેન્સ – ૧૪૮ રન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
- રહેમાનુલ્લાહ ગુરબાઝ – ૧૨૭ રન વિરુદ્ધ આયર્લેન્ડ
- કોલિન ઇન્ગ્રામ – ૧૨૪ રન વિરુદ્ધ ઝિમ્બાબ્વે
- માર્ક ચેપમેન – ૧૨૪ રન વિરુદ્ધ યુએઈ
મેથ્યુ બ્રિત્ઝકેની વાત કરીએ તો, તેણે દક્ષિણ આફ્રિકા માટે અત્યાર સુધીમાં 10 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 151 રન બનાવ્યા છે. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેના સતત સારા પ્રદર્શન માટે, તેને IPL 2025 માટે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી કરાર મળ્યો. LSG એ તેને 57 લાખ રૂપિયામાં જોડ્યો હતો.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)