ફિફા-વર્લ્ડકપમાં ખેલાડીઓ બેટમેન જેવું ફેસમાસ્ક શા માટે પહેરે છે?

દોહાઃ અહીં રમાતી ફૂટબોલ વર્લ્ડ કપ-2022 સ્પર્ધામાં કોરિયન ટીમના સુપરસ્ટાર ખેલાડી સોન હ્યુંગ-મિનને હોલીવૂડ ફિલ્મોના સુપરહિરો પાત્ર બેટમેન સ્ટાઈલનું કાળું ફેસમાસ્ક પહેરીને રમતો જોઈને દુનિયાભરમાં અનેક લોકોને અચરજ થયું છે. બાદમાં ઈરાનના ગોલકીપર અલીરેઝા, ક્રોએશિયાના જોસ્કો અને ટ્યુનિશિયાના એલાઈઝને પણ એવું જ માસ્ક પહેરીને રમતા દેખાતાં લોકોની ઉત્સૂક્તા વધી ગઈ હતી.

લોકોને સવાલ થયો કે શું આ કોઈ સત્તાવાર રીતે નવી સ્ટાઈલ છે? કોઈ પ્રકારનો વિરોધ દર્શાવવાની રીત છે કે પછી કોઈ ખેલાડીની અંગત પસંદગી છે? આનો જવાબ જાણીને આશ્ચર્ય થશે, કારણ કે એ ઉપરમાંનો એકેય નથી. વાસ્તવમાં, આ માસ્ક ઈજા સામેના રક્ષણ આપનારા છે. અત્યંત સ્પર્ધાત્મક અને રોમાંચક મેચોમાં ખેલાડીઓને અવારનવાર મોઢા પરથી ઈજા સામે આ ફેસમાસ્ક એમને રક્ષણ આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]