અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મતદાન જાગૃતિ માટે યોજાયો ડ્રોન શો

અમદાવાદ : શહેરના રિવરફ્રન્ટ પર ‘ચૂનાવ કા પર્વ.. દેશ કા પર્વ ‘ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી નદી પરના રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર પાસે યોજાયેલા‌ ડ્રોન શો ‘નિયત મેં વોટ હૈ’ ને ચૂંટણી પંચ ગુજરાત દ્વારા મતદાન જાગૃતિ માટે આયોજન કરવામાં આવ્યું હતું.

ફ્લાઈંગ પિક્સલ્સે ડ્રોન દ્વારા અમદાવાદના આકાશમાં યોર વોટ ઈસ વોઇસ, ડેમોક્રેસી, એવરી વોટ કાઉન્ટસ અને ભારતનો નકશો તૈયાર કરતાં દ્રશ્યો જોવા ઉમટેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મતદારોને રિઝવવા મતદાન જાગૃતિ માટેની આ ઇવેન્ટને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરતો સહયોગ આપવામાં આવ્યો હતો.


ડ્રોન દ્વારા ભારતનો નકશો અને દેશ ભક્તિના ગીતોથી સમગ્ર ઇવેન્ટ સેન્ટર પાસે વિસ્તાર દેશભક્તિનો માહોલ જામ્યો હતો. રિવરફ્રન્ટ પર વીકેન્ડ માણવા આવેલા લોકોએ આકાશમાં અનોખો નજારો માણ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ )