અન્ડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ 2022માં ભારતમાં યોજાશે

નવી દિલ્હીઃ ફૂટબોલ રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી સંસ્થા FIFA દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે FIFA અન્ડર-17 મહિલાઓની વર્લ્ડ કપ સ્પર્ધા 2022ની 11 ઓક્ટોબરથી ભારતમાં યોજાશે. ભારત આ સ્પર્ધા 2021માં યોજવાનું હતું, પરંતુ કોરોનાવાઈરસ બીમારીના ફેલાવાને કારણે તે આ વર્ષે રદ કરવામાં આવી છે.

આ વર્લ્ડ કપ સ્પર્ધા મૂળ 2020ના નવેમ્બરમાં ભારતમાં રમાવવાની હતી, પરંતુ ત્યારબાદ એને 2021ના ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ વર્ષે પણ ન રમાડવાનો નિર્ણય લેવાયો હતો. હવે તે માટે 2022ની તારીખ આપવામાં આવી છે. FIFA આયોજિત આ બીજી મોટી સ્પર્ધાનું ભારતમાં આયોજન કરવામાં આવશે. આ પહેલાં, 2017માં અન્ડર-17 વર્લ્ડ કપનું ભારતે આયોજન કર્યું હતું અને એમાં વિક્રમસર્જક દર્શકોએ હાજરી આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]