હૈદરાબાદઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ હૈદરાબાદમાં શરૂ થઈ છે. આ મેચમાં ટોસ જીતીને ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઇંગ્લેન્ડની ટીમની 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઇન્ડિયા વતી સ્પિનર ત્રિપુટી આર. અશ્વિન, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાએ રંગ રાખ્યો હતો. બંને સ્પિનરોએ ઇંગ્લેન્ડની ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. આ સાથે અક્ષર પટેલે બે વિકેટ લીધી હતી. હૈદરાબાદમાં ઇતિહાસ રચતાં જાડેજા અને અશ્વિનની જોડીને નામે હવે કુલ 502 વિકેટ થઈ ચૂકી છે.
ઇંગ્લેન્ડ વતી સૌથી વધુ 70 રન સ્ટ્રોક્સે બનાવ્યા હતા, જે પછી ડકકેટે 35, રૂટે 29, બેરિસ્ટોએ 37 અને હાર્ટલેએ 23 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ વતી જાડેજા અને અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે બે, અને અક્ષર પટેલે 6 વિકેટ લીધી હતી.
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટટ કોહલીએ અંગત કારણોસર શ્રેણીની પ્રથમ બે મેચમાંથી આરામ લીધો છે. કોહલીની ગેરહાજરીમાં શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલ મિડલ ઓર્ડરને મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
Innings Break!
A solid bowling display from #TeamIndia! 💪 💪
England all out for 246.
3⃣ wickets each for @ashwinravi99 & @imjadeja
2⃣ wickets each for @Jaspritbumrah93 & @akshar2026Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/2YnS3ZxSI2
— BCCI (@BCCI) January 25, 2024
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, એસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડની ટીમ
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરિસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલે, માર્ક વુડ અને જેક લીચ.