કોલંબોઃ શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ આજે અહીં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ શ્રીલંકા સામે વન-ડે અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમવા માટે અહીં આવી છે. બંને ટીમ 13 જુલાઈ, 16 અને 18 જુલાઈએ વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમશે. ત્યારબાદ 21, 23, 25 જુલાઈએ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમાશે. ભારતીય ટીમને કોલંબોમાં તાજ સમુદ્ર હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે. અહીં ખેલાડીઓ ત્રણ દિવસ સુધી (29 જૂનથી 1 જુલાઈ સુધી) રૂમ ક્વોરન્ટીનમાં રહેશે. ક્વોરન્ટીન સમયગાળો સાત દિવસનો હશે અને ખેલાડીઓ સમગ્ર પ્રવાસ દરમિયાન બાયો-બબલમાં જ રહેશે. ખેલાડીઓને 2 જુલાઈથી ચોથી જુલાઈ સુધી ક્વોરન્ટીનમાં પ્રેક્ટિસ કરવા દેવામાં આવશે. પાંચ જુલાઈથી તેઓ ક્વોરન્ટીનમાંથી બહાર આવશે, પણ બાયો-બબલમાં જ રહેશે.
ટીમ આ મુજબ છેઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભૂવનેશ્વર કુમાર (વાઈસ-કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા. (નેટ બોલરઃ ઈશાન પોરેલ, સંદીપ વોરિયર, અર્શદીપ સિંહ, સાઈ કિશોર, સિમરજીત સિંહ)
