બોક્સર મેવેધરની દિવસની કમાણી રૂ.743-કરોડ, કોહલીની…

મુંબઈઃ અમેરિકાના ફોર્બ્સ મેગેઝિને બહાર પાડેલી વિગત અનુસાર, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી દુનિયામાં સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓમાંનો એક છે અને વિશ્વમાં સૌથી ધનવાન ક્રિકેટર છે. એની વાર્ષિક કમાણીનો આંક છે રૂ. 196 કરોડ, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એક ખેલાડી એવો છે જે કોહલીની વાર્ષિક કમાણીના ત્રણ ગણા પૈસા માત્ર એક જ દિવસમાં કમાય છે. તે છે અમેરિકાનો પ્રોફેશનલ બોક્સર ફ્લોઈડ મેવેધર.

મેવેધરે ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી છે કે તેણે એક જ દિવસમાં રૂ. 742 કરોડની કમાણી કરી છે. તેણે યૂટ્યૂબર લોગાન પૌલ સાથેના મુકાબલામાં રૂ. 10 કરોડ ડોલરની કમાણી કરી હતી. મેવેધર અને પૌલ વચ્ચેનો આ મુકાબલો સાચો નહોતો અને આ જાણકારી ખુદ મેવેધરે જ આપી છે. તેણે એક વિડિયોમાં જણાવ્યું છે કે પૌલ સાથેના નકલી મુકાબલામાંથી એણે 10 કરોડ ડોલરની કમાણી કરી છે. મેવેધર એની કારકિર્દીમાં હજી સુધી એકેય મુકાબલો હાર્યો નથી. એણે 2017માં બોક્સિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેની પાસે રૂ. 334 કરોડની કિંમતના એક ખાનગી જેટ વિમાન સહિત અનેક લક્ઝરિયસ વાહનો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]