ભારતને બદલે UAEમાં રમાશે T20 વર્લ્ડ કપ

અબુધાબીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલના ઠીક બે દિવસ પછી UAEમાં T20 વર્લ્ડ કપ થશે. પહેલાં વર્લ્ડ કપ ભારતમાં થવાનો હતો, પણ હવે એ UAEમાં રમાવાનો છે. T20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી થશે અને એની ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. કોરોના રોગચાળાની બીજી લહેરને કારણે IPL 2021ના બાયો બબલમાં કોરોના કેસો આવવાને કારણે મેના પહેલા સપ્તાહમાં સ્થગિત કરવામાં આવી હતી. આઇપીએલ 14ની બીજી આવૃત્તિ UAEમાં રમાશે. આઇપીએલ 2021ની બાકીની બચેલી મેચ 19 સપ્ટેમ્બરથી UAEમાં રમાશે.

આગામી T20 વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લેશે.  ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ ટી –૨૦ વર્લ્ડ કપ બે રાઉન્ડમાં રમાશે. પ્રથમ રાઉન્ડ યુએઈ અને ઓમાનમાં યોજાશે. અહેવાલ મુજબ રાઉન્ડ-૧ની ૧૨ મેચ હશે, જેમાં આઠ ટીમો ટકરાશે. આઠમાંથી ચાર ટીમો સુપર ૧૨ માટે કવોલિફાય થશે. સુપર ૧૨ માટે બંગલાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડસ, સ્કોટલેન્ડ, નામિબિયા, ઓમાન અને પપુઆ ન્યુ ગિનીની ટીમો એકબીજાની સામે ટકરાશે.
અહેવાલ મુજબ સુપર ૧૨ રાઉન્ડમાં કુલ ૩૦ મેચ થશે. આ રાઉન્ડ ૨૪ ઓકટોબરથી શરૂ થશે. સુપર ૧૨ રાઉન્ડમાં, ૬–૬ ટીમોને બે અલગ જૂથોમાં વહેંચવામાં આવશે. યુએઈમાં સુપર ૧૨ મેચ રમાશે. મેચ દુબઈ, અબુધાબી અને શારજાહમાં યોજાશે. સુપર ૧૨ ત્યાર બાદ ૩ પ્લેઓફ મેચ, ૨ સેમી–ફાઇનલ અને ફાઇનલ મેચ 14 નવેમ્બરે થશે. જોકે BCCIએ ICCને સત્તાવાર રીતે વર્લ્ડ કપ UAEમાં યોજવા પત્ર નથી લખ્યો.