બંગલાદેશ 331 ઓલઆઉટ, ભારતને જીતવા 145 રનોનો લક્ષ્યાંક

મિરપુરઃ બંગલાદેશ અને ભારત વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેટના ત્રીજા દિવસે બંગલાદેશની બીજી ઇનિંગ્સ 331 રનો પર સમેટાઈ હતી. એ સાથે બંગલાદેશ ભારતની 144 રન આગળ છે. ભારતે આ સિરીઝ અને મેચ જીતવા માટે 145 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો પડશે. જોકે ભારતે રમત પૂરી થાય ત્યાં સુધીમાં કંગાળ રમતનું પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઇન્ડિયાએ 40 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ અને વિરાટ કોહલી એકદમ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. રમતના અંતે અક્ષર પટેલ 26 રન અને ઉનડકટ ત્રણ રન સાથે ક્રીઝ પર ઊભા હતા. ભારતને જીતવા માટે હજી 100 રનોની જરૂર છે.   

બંગલાદેશે પહેલી ઇનિંગ્સમાં 227 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે પહેલી ઇનિંગ્સમાં 314 રન બનાવ્યા હતા અને 87 રનની લીડ મેળવી હતી. ભારત આ સિરીઝમાં 1-0થી આગળ છે.

બંગ્લાદેશે બીજી ઇનિંગ્સમાં 331 રન બનાવ્યા હતા, જેમાં તેના ઓપનિંગ બેટ્સમેન ઝાકિર હસને 51 રન બનાવ્યા હતા, જ્યારે લિટન દાસે 73 અને નુરુલ હસન અને તસ્કિન અહમદે 31-31 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બંગલાદેશનો કોઈ પણ ક્રિકેટર ક્રીઝ પર ટકી નહોતો શક્યો.

ટીમ ઇન્ડિયા વતી અક્ષર પટેલે ત્રણ વિકેટ, સિરાજ અને અશ્વિનને બે-બે વિકેટ અને ઉમેશ યાદવ અને ઉનડકટને એક-એક વિકેટ મળી હતી.