નવી દિલ્હીઃ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તે દર વર્ષે 7મી ઓગસ્ટ ‘જેવેલીન થ્રો દિવસ’ તરીકે ઉજવશે અને એ દિવસે દેશભરમાં એથ્લેટિક્સ રમતોની હરીફાઈઓ યોજશે. ફેડરેશનના ચેરમેન લલિત ભનોતે કહ્યું છે કે નીરજ ચોપરાએ ગઈ 7મી ઓગસ્ટે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાલાફેંક રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેથી નીરજની ઐતિહાસિક સિદ્ધિના માનાર્થે તેમજ ભાલાફેંક રમતને ઉત્તેજન આપવા માટે દર વર્ષે 7મી ઓગસ્ટને ‘જેવેલીન થ્રો દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.
નીરજ ચોપરાએ ગઈ 7 ઓગસ્ટે જેવેલીન થ્રોની હરીફાઈની ફાઈનલમાં 87.58 મીટર દૂર સુધી ભાલો ફેંકીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્મ રમતોના વર્ગમાં ભારતે ઓલિમ્પિક ગેમ્સમાં આ સૌપ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો છે.
