બીજી ટેસ્ટમાં ટીમમાંથી પૂજારાની છુટ્ટી થવાની શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમની પ્લેઇંગ-11માં ચેતેશ્વર પૂજારાનું સ્થાન જોખમમાં છે. ઇંગ્લેન્ડની સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં પૂજારા માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પૂજારા લાંબા સમયથી કંગાળ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે.

હનુમા વિહારનો રેકોર્ડ જોતાં તેને ચેતેશ્વર પૂજારાની જગ્યાએ રમાડાય એવી પૂરેપૂરી શક્યતા છે. ટીમ ઇન્ડિયાનો વિશ્વાસપાત્ર બેટ્સમેન હનુમા વિહારને ત્રીજા સ્થાને રમાડાય એવી સંભાવના છે. 27 વર્ષીય હનુમા વિહારીએ 12 ટેસ્ટ મેચોમાં 32.84ની સરેરાશથી 624 રન બનાવ્યા છે. પૂજારા હાલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે 18 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે માત્ર 504 રન બનાવ્યા છે. તેનું કંગાળ ફોર્મ જોતાં એવું લાગી રહ્યું છે કે તેની ટેસ્ટ કેરિયર ખતમ થવા પર છે.

જ્યારે હનુમા વિહારી આ વર્ષના પ્રારંભમાં ઓસ્ટ્રેલિયાની સામે સિડની ટેસ્ટ મેચમાં ઘાયલ થયા પછી બોલરોને ધરાશાયી કર્યા હતા. તે રાહુલ દ્રવિડની જેમ દીવાલ બનીને ઊભો હતો અને મેચ ડ્રો કરાવી હતી.

તે મેચમાં વિહારી બીમાર હતો અને તેણે ઇન્જેક્શન લઈને મેચ રમ્યો હતો. મારા મનમાં એમ જ ચાલી રહ્યું હતું કે મારે બસ ટીમ માટે રમવાનું છે અને મારે ત્રણ કલાક બેટિંગ કરવાની જ છે, એમ તેણે કહ્યું હતું. ટી-બ્રેક દરમ્યાન મેં ઇન્જેક્શન લીધું હતું, તેમ છતાં મને લાગી રહ્યું હતું કે મારો એક પગ નથી, એમ તેણ કહ્યું હતું. વિહારીએ સિડની ટેસ્ટમાં 161 બોલમાં 23 રન નોટઆઉટ બનાવ્યા હતા.