લોકોએ હાર્દિકથી દૂર રહેવાની ગિલને સલાહ આપી  

નવી દિલ્હીઃ ક્રિકેટર્સ ક્રિકેટની સાથે-સાથે લુક્સ માટે પણ ઘણી વાર ચર્ચામાં રહે છે. લોકો ફેવરિટ ખેલાડીઓને સોશિયલ મિડિયા પર ફોલો કરે છે. હાલમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે એક નવા લુકમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો છે, શુભમન હાલ ઇજાને કારણે ટીમમાંથી બહાર છે, પણ તેણે IPLની ટુર્નામેન્ટ પહેલાં હેરસ્ટાઇલ બદલી છે. તેણે બ્લુ કલરથી તેના વાળ રંગ્યા છે. તેણે આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. એ સાથે તેને કેટલાક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે.

શુભમને નવી હેર સ્ટાઇલની સાથે એક વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે ગિલે વાળ ઘણા નાના કરાવી લીધા છે અને એક નવો કલર પણ કર્યો છે. ગિલનો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જ્યાં એક તરફ કેટલાક લોકો ગિલની નવી હેર સ્ટાઇલથી ઘણા ખુશ છે, ત્યારે કેટલાક લોકો એ માટે તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. લોકોએ અનેક પ્રકારની કોમેન્ટ્સ શુભમનના આ નવા વિડિયો પર કરી રહ્યા છે.એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે ભાઈ તું પંડ્યાની સાથે રહેવાનું છોડી દે. તેણે એટલા માટે કહ્યું, કેમ કે હાર્દિક પંડ્યા પણ નવી હેર સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે.

શુભમન ગિલના અફેરના ન્યૂઝ સચિન તેન્ડુલકરની પુત્રી સારા તેન્ડુલકર સાથે છે. શુભમન અને સારા એકમેકની પોસ્ટ પર કોમેન્ટ્સ પણ કરતા રહે છે, પણ આજ સુધી બંને જણ રિલેશનશિપ વિશે ખુલાસો નથી કર્યો.