એશિઝ સિરીઝઃ ખ્વાજાને આઉટ કરવા ઇંગ્લેન્ડે બનાવ્યો હતો ચક્રવ્યૂહ

બર્મિંગહેમઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝ 2023ની પહેલી મેચ બર્મિગહેમના એજબેસ્ટમાં રમાઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં ઓલઆઉટ થવા સુધી 386 રન બનાવ્યા છે. આ પહેલાં ઇંગલેન્ડે પહેલી ઇનિંગ્સમાં 393 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે ઉસ્માન ખ્વાજાએ 141 રનોની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેને ઓલી રોબિન્સને આઉટ કર્યો હતો. જોકે રોબિન્સને તેને આઉટ કરવા માટે ખાસ પ્રકારની ફિલ્ડિંગ્સ લગાવી હતી. એના કેટલાક ફોટો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ખ્વાજાએ ફટકારી સદી ઇંગ્લેન્ડ માટે મુસીબત બની ગઈ હતી.

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજા બેટિંગ કરવા આવ્યા હતા, એ દરમ્યાન વોર્નર માત્ર નવ રન બનાવીને આઉટ થયો હતો, પણ 36 વર્ષીય ખ્વાજા ક્રીઝ પર ટકા રહ્યો હતો. તેણે 321 બોલમાં 141 રન બનાવ્યા હતા. ખ્વાજાએ 14 ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી સદી ફટકારી હતી. જોકે તેને આઉટ કરવા માટે ઇંગ્લેન્ડે ખાસ પ્રકારનો ચક્રવ્યૂહ બનાવ્યો હતો, જે સોશિયલ મિડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

એશિઝ સિરીઝ 2023માં પાંચ ટેસ્ટ મેચ રમાવાની છે. ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટમાં 393 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ત્યાર બાદ બીજી ઇનિંગ્સમાં બે વિકેટની સાથે 28 રન બનાવ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં 386 રન બનાવ્યા છે.