લાપતા બાળકોના મૃતદેહો SUVમાંથી મળવાથી ખળભળાટ

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં ઘરથી 50 મીટર દૂર સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (SUV)માં એક ભાઈ-બહેન સહિત ત્રણ બાળકો રવિવારે સાંજે મૃત હાલતમાં મળી આવ્યાં હતાં, એમ પોલીસના એક અધિકારીએ આ માહિતી આપી હતી. પચપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફારુકનગરના નિવાસી તૌફિક ફિરોઝ ખાન (ચાર), આલિયા ફિરોઝ ખાન (6) અને આફરિન ઇરશાદ ખાન (6) શનિવારે આશરે ત્રણ કલાકે લાપતા થયા હતા.

બાળકોનાં માતાપિતાને લાગતું હતું કે તેઓ પાસેના મેદાનમાં રમી રહ્યા છે, પણ જ્યારે બાળકો શનિવાર સુધી સાંજ સુધી પરત નહીં ફર્યા, ત્યારે માતાપિતાને પોલસનો સંપર્ક કર્યો હતો અને અપહરણનો કેસ નોંધાવ્યો હતો. રવિવારે સાંજે આશરે સાત કલાકે એક કોન્સ્ટેબલે તેમના ઘરોની પાસે એક SUV ઊભી હતી અને ત્રણ બાળકોના મૃતદેહો અંદર હતા, એમ અધિકારીએ કહ્યું હતું.તોફિક (4) અને આલિયા (6) ભાઈ-બહેન હતાં જ્યારે આફરિન (6) તેમના ઘરની પાસે રહેતી હતી, એમ તેમણે જણાવ્યું હતું. નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમના રિપોર્ટથી માલૂમ પડશે કે બાળકોનાં મોત કયાં કારાથી થયાં છે. જોકે હાલમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે લાપતા બાળકોના મૃતદેહો તેમના ઘરની પાસે ઊભેલી એક જૂની કારમાંથી મળ્યા હતા. આ ત્રણ બાળકો રમતા-રમતાં કારમાં બેસી ગયા હશે અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હશે. તેમનાં મોત ગરમી અને શ્વાસ રૂંધાવાને કારણે થયાં હોવાની શક્યતા છે.