સપાએ હનુમાનગઢીમાં નમાજ પઢાવવાનું પાપ કર્યું હતું: CM યોગી

અયોધ્યા: રામ મંદિરના દાનની ચોરીના વિવાદ વચ્ચે શુક્રવારે બીજી વખત અયોધ્યા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ફરી એક વાર વિરોધ પક્ષો પર નિશાન સાધ્યું હતું. અયોધ્યાના બિકાપુર વિધાનસભા ક્ષેત્રમાં 432 કરોડ રૂપિયાથી વધુની 217 વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ બાદ આયોજિત જાહેર સભાને સંબોધતાં તેમણે વિરોધ પક્ષો પર તીખા પ્રહારો કર્યા હતા.

Lucknow: Uttar Pradesh Chief Minister Yogi Adityanath addresses a press conference at Lok Bhawan in Lucknow on Tuesday, January 6, 2026. (Photo: IANS)તેમણે કહ્યું હતું કે જે લોકો આજે આસ્થાની વાત કરે છે, તેમણે અયોધ્યાની અમારી પવિત્ર હનુમાન ગઢીમાં નમાજ પડાવવાનું કામ કર્યું હતું. તમે વિચારો, શું કોઈ જામા મસ્જિદમાં ક્યારેય હનુમાન ચાલીસાનો પાઠ કરી શકશે? શું સરકારો એવું કરાવી શકશે? શું કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી એવું કરાવી શકશે? જો નહીં, તો પછી આ પાપ શા માટે કરાવવામાં આવ્યું હતું? અયોધ્યામાં હનુમાન ગઢીની સીડીઓ પર આ પાપ શા માટે કરાવવામાં આવ્યું હતું?

ઇરાદો સ્પષ્ટ હોય તો કામ થાય છે: યોગી

તેમણે આગળ કહ્યું હતું કે જો મંછા શુદ્ધ હોય તો કામ થઈ જાય છે અને નીતિ સ્પષ્ટ હોય તો ઈશ્વર પણ સહયોગ આપે છે. આજે તેનું પ્રતિબિંબ અયોધ્યામાં જોવા મળે છે. ભગવાન શ્રીરામની કૃપા અને પવનપુત્ર હનુમાનજીના અપરંપાર આશીર્વાદથી અયોધ્યાનાં તમામ વિકાસકાર્યો ઝડપથી આગળ વધી રહ્યાં છે.

અયોધ્યાના વિકાસ અંગે યોગીની વાત

તેમણે કહ્યું હતું કે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની શકશે. સમાજવાદી પાર્ટીના લોકો તેનો વિરોધ કરતા હતા અને એરપોર્ટને મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરતા હતા. આજે મહર્ષિ વાલ્મિકીને નામે અયોધ્યા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશનાં તમામ મુખ્ય શહેરો સાથે જોડાઈ ગયો છે.

અયોધ્યામાં જે થયું તે 500 વર્ષમાં થયું નહોતું: યોગી

તેમણે વધુમાં કહ્યું હતું કે અયોધ્યાએ તે કરી બતાવ્યું છે જે છેલ્લાં 500 વર્ષમાં શક્ય બન્યું નહોતું. પેઢી દર પેઢી સંતો, રાજાઓ અને સમાજના દરેક વર્ગે રામજન્મભૂમિ મુક્તિ માટે આંદોલન અને સંઘર્ષ કર્યો હતો, પરંતુ જે લોકો કહેતા હતા કે અયોધ્યામાં પરિંદો પણ પાંખ ફફડાવી શકશે નહીં, તેઓ આજે જોઈ રહ્યા છે કે લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યામાં દર્શન માટે આવી રહ્યા છે.