નવી દિલ્હીઃ દેશમાં 2026-27ની આગામી જનગણનાની તૈયારી ચાલી રહી છે. આનો લાભ ઉઠાવી ઠગો લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ “જનગણતરી”ને નામે લોકો પાસેથી વ્યક્તિગત અને બેંક સંબંધિત માહિતી માગે છે. નિષ્ણાતો મુજબ ઠગ લોકો જનગણતી અધિકારી બનીને ઘરોમાં જઈ ડેટા એકત્રિત કરવાનું બહાનું બનાવી શકે છે. સોશિયલ મિડિયા પર પણ જનગણતરીને લગતા ખોટા મેસેજ ફેલાઈ રહ્યા છે.
વોટ્સએપ પર વાયરલ થયેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચોરો ગૃહ મંત્રાલયના અધિકારી બની “જનગણતરી”ને બહાને ઘરોમાં ચોરી કરે છે. જોકે આ દાવો ખોટો સાબિત થયો છે, છતાં સુરક્ષિત રહેવા માટે કેટલીક બાબતો જાણવી જરૂરી છે.
અસલી જનગણના અધિકારી ક્યારેય આ બાબતો નહીં માગે
- બેંક વિગતો: સંપૂર્ણ એકાઉન્ટ નંબર, ક્રેડિટ/ડેબિટ કાર્ડ માહિતી, UPI PIN અથવા OTP—આવી માહિતી માગે તો વિશ્વાસ ન કરવો.
- આધાર અથવા PAN કાર્ડની નકલ: જનગણતરીમાં આવી નકલ લેવામાં આવતી નથી.
- પૈસા અથવા દાન: જનગણતી માટે કોઈ ફી લેવામાં આવતી નથી.
- પાસવર્ડ: કોઈ પણ પાસવર્ડ અથવા OTP શેર ન કરવો.
- ઘરમાં પ્રવેશ: જનગણતરી અધિકારી ઘર અંદર જવાની જબરદસ્તી નહીં કરે.
6.એપ ડાઉનલોડ કરાવવું: કોઈ અજાણી લિંક પર ક્લિક કરાવવું કે એપ ઇન્સ્ટોલ કરાવવું—સાવધાન રહેવું.
ઠગો કેવી રીતે કામ કરે છે:
- ફેક ઘર-ઘર સર્વે: પોતાને સરકારી અધિકારી બતાવી ID, બેંક વિગતો અથવા વેરિફિકેશન ફી માગે છે.
- ફિશિંગ વેબસાઈટ/ઈમેલ: અસલી જેવી દેખાતી નકલી વેબસાઈટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરે છે.
- SMS અને કોલ સ્કેમ: ખોટા મેસેજ અથવા કોલ દ્વારા વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે.

અસલી જનગણના પ્રક્રિયા:
અસલી જનગણના પ્રક્રિયા સરળ અને સુરક્ષિત હોય છે. સરકારી અધિકારીઓ ઘેર આવીને પૂછપરછ કરે છે અને તેમની પાસે યોગ્ય ઓળખપત્ર હોય છે. તેઓ સામાન્ય પ્રશ્નો પૂછે છે અને કોઈ નાણાકીય માહિતી લેતા નથી.




