બાળકોના મોત પછી MPમાં કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં નવ બાળકોનાં મોત બાદ રાજ્યમાં (Coldrif) કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. CM મોહન યાદવે કડક કાર્યવાહી કરતાં આ સિરપને રાજ્યમાં પ્રતિબંધિત કરી દીધું છે. CMએ સોશિયલ મિડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે છિંદવાડામાં કફ સિરપને કારણે થયેલી બાળકોની મોતની ઘટના અત્યંત દુઃખદ છે. આ સિરપ બનાવતી કંપનીનાં અન્ય ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ સિરપ બનાવતી ફેક્ટરી કાંચીપુરમ (તમિલનાડુ)માં આવેલી છે અને ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકારે તમિલનાડુ સરકારને તપાસ કરવા વિનંતી કરી હતી. આજે સવારે તપાસ રિપોર્ટ પ્રાપ્ત થયો છે અને રિપોર્ટને આધારે કડક પગલાં લેવામાં આવ્યાં છે. બાળકોના દુઃખદ અવસાન બાદ સ્થાનિક સ્તરે કાર્યવાહી શરૂ થઈ હતી. રાજ્ય સ્તરે પણ તપાસ માટે ટીમ રચવામાં આવી છે. CMએ જણાવ્યું હતું કે દોષીઓને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે.

દવા નિયંત્રણ અધિકારી દિનેશકુમાર મૌર્ય દ્વારા જારી કરાયેલો આદેશ

તામિલનાડુ, ચેન્નઈના ડ્રગ કન્ટ્રોલ ડિરેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે દવા Coldrif Syrupઅમાનક અને દોષપૂર્ણ (NSQ) જાહેર કરવામાં આવી છે.આ રિપોર્ટમાં ઉલ્લેખ છે કે નમૂનો ભેળસેળવાળો જણાયો છે કારણ કે તેમાં ડાયએથિલિન ગ્લાયકોલ મળ્યો છે, જે એક ઝેરી પદાર્થ છે અને તેનો ઉપયોગ આરોગ્ય માટે ગંભીર નુકસાનકારક થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને Coldrif Syrupના વેચાણ અને વિતરણને તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ આપવામાં આવે છે.

 કડક કાર્યવાહી કરવામાં આવશે

જો આ દવા ઉપલબ્ધ હોય, તો તાત્કાલિક સીલ  કરી લો અને સ્પષ્ટ આદેશ આપવામાં આવે છે કે દવાને નષ્ટ અથવા વેચાણ ન કરવામાં આવે, જેમ કે દવા અને કોસ્મેટિક્સ અધિનિયમ, 1940 અને તેના નિયમો મુજબ જોગવાઈ છે.