મૃતકોના પરિજનો માટે કોંગ્રેસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

રાજકોટ: શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી. જેમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કર્યું. આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગેમઝોનની દુર્ઘટનામાં જે લોકો ભોગ બન્યાં છે તેમના પરિવારને મદદરૂપ થવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અતુલ રાજાણીનો નંબર 99799 00100 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર લોકોને થતી મુશ્કેલીઓ, પરેશાનીઓ કે હાડમારીઓ અંગેની વિગતો મોકલી આપવા અપીલ કરવામાં આવી છે. કોંગ્રેસ સમિતિ મદદકર્તા બનશે.વધુમાં પરેશ ધાનાણીએ કહ્યું, “બનાવના દિવસે કોંગ્રેસના આગેવાનો સવારના પાંચ સુધી સતત હોસ્પિટલો ઉપર પીડિત પરિવારોને શક્ય એટલી મદદરૂપ બનેલ હતા. હૃદય થીજી જાય એવા દ્રશ્યોના તાજનો સાક્ષી હું પણ છું. 26 તારીખે બનાવના બીજા દિવસે પણ કેટલીક વ્યક્તિઓના માનવ અવશેષો પ્રાપ્ત થયા હતા બપોરે બીજી શિફ્ટમાં પણ મૃતદેહો અવશેષો પ્રાપ્ત થયા અંદાજે 44 જેટલા સબ હોવાનું જાણવા મળેલ છે. ગુમ થયેલા આંકડામાં વિસંગતતા છે. સિવિલ હોસ્પિટલમાં કેટલાયના પીએમ કર્યા આજે પ્રસિદ્ધ થયા નથી. સર્જન, કલેકટર, કલેક્ટર પોલીસ કમિશનર તરફ ખો આપે છે અને દરેકના આંકડાઓ જુદા જુદા હોય અને દરેકના આંકડામાં વિસંગતતા જોવા મળે છે. પોસ્ટમોર્ટમ પછી પણ સાચો આંકડો સિવિલ સર્જન છુપાવતા હોય તેવું સ્પષ્ટ જણાય છે. સીટના વડાના ગઈકાલના નિવેદનમાં જણાવ્યું છે કે 3000 સેન્ટિગ્રેડ જેટલું તાપમાન હતું ત્યારે હાલ આપણે 45 ડિગ્રીમાં પણ તોબા લઈ જાય છે ત્યારે 3000 જેટલા ડિગ્રી તાપમાનમાં એક સળી પણ ટકી શકે નહીં ગુંગળામણને કારણે પણ ભૂલકાઓ મૃત્યુ પામ્યા છે. ઊંચા તાપમાનને કારણે આગમાં ખાખ થયા છે. રાખ થવાની સંભાવના છે કેટલીય માતાઓએ પોતાના વ્હાલસોયા ભૂલકાઓ ગુમાવ્યા છે. SIT જવાબદાર એવા તમામ ગુનેગારો સાથે એ FIR કરે તેવી અપેક્ષા છે આ ઘટનાના ભોગ બનેલા મૃત્યોને અવશેષો નહીં મળે ત્યારે ગુમ થયેલા માટે અને સાચો આંકડો મળે તે માટે આજુબાજુના CCTV કેમેરા કબજે કરવા તેમજ બિનવારસી વાહનોની પણ તપાસ કરી સત્ય સુધી પહોંચવાનું પ્રયત્ન થવો જોઈએ.”લલિત કગથરાએ  કહ્યું, “સરકાર જે પ્રકારે વડોદરા ખાતેની સુરતની અને મોરબી ખાતેની ઘટનામાં જે રૂટિન પ્રક્રિયા મુજબ સરકાર પગલાં ભરી રહી છે. જે પ્રકારે તપાસ થઈ રહી છે નાના માછલાંઓ પકડી સંતોષ માની રહી છે સરકારનો બદઈરાદો હોય એવું સ્પષ્ટ જણાય છે હાલ ચાર-ચાર વર્ષથી ગેમ ઝોન ચાલતું હોય બહારનો ગેટ ન હોય વેન્ટિલેશન ન હોય ચાર વર્ષથી કેવી રીતે ચાલતું હોય? દુર્ઘટના બાદ કમિશનર અને પદાધિકારીઓ માત્ર નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરે અને મોટાં માથાઓ બચી જાય આવું ન ચાલે. આવા ઉચ્ચ અધિકારીઓને પણ ઘર ભેગા કરવા જોઈએ.”