નવી દિલ્હીઃ આજે ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થયું છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે વિશ્વમાં વસેલા ગુજરાતી સમુદાય માટે ગુજરાતી નવું વર્ષ એટલે કે ‘બેસતા વર્ષ’નો તહેવાર આજે છે, આ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉજવણી છે. આ તહેવાર સામાન્ય રીતે દિવાળી પછીના દિવસે કાર્તિક શુક્લ પ્રતિપદાના દિવસે આવે છે. આ તહેવારને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
નૂતન વર્ષાભિનંદન…!!!
આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ.
ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના.
નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!
— Narendra Modi (@narendramodi) October 22, 2025
PM મોદીએ પાઠવી શુભકામનાઓ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર દેશવાસીઓને શુભકામના પાઠવતાં લખ્યું કે નૂતન વર્ષાભિનંદન…!!! આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ. ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના. નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.
સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.
ભગવાનને પ્રાર્થના કરું છું કે આ નવુ વર્ષ આપ સૌના માટે દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સુખ-સમૃદ્ધિ લઈને આવે. pic.twitter.com/VSxFqpJemK
— Amit Shah (@AmitShah) October 22, 2025
ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભકામનાઓ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવા વર્ષની શુભકામના આપતા કહ્યું કે, સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. ભગવાનને પ્રાર્થના કરું છું કે, આ નવુ વર્ષ આપ સૌના માટે દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સુખ-સમૃદ્ધિ લઈને આવે.





