PDAનો અર્થ પરિવાર ડેવલપમેન્ટ ઓથોરિટીઃ CM યોગી

લખનૌઃ યુપી વિધાનસભામાં 24 કલાકનું નોન સ્ટોપ સત્ર ચાલી રહ્યું છે. CM યોગી આદિત્યનાથે સભામાં ચર્ચાનો જવાબ આપ્યો હતો. CM યોગી વિકસિત યુપી-2047 ના વિઝન ડોક્યુમેન્ટ પર બોલી રહ્યા છે, ત્યાર બાદ સભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવશે. તે પહેલાં ચર્ચા દરમિયાન યોગી સરકારના પ્રધાન સંજય નિશાદની વિરોધીઓ પર કરેલી ટિપ્પણીને કારણે ભારે હોબાળો મચ્યો હતો.

અખિલેશ પર CM યોગીનો મોટો હુમલો

CM યોગીએ SPપ્રમુખ અખિલેશ યાદવ પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું હતું કે PDAનો અર્થ પરિવાર ડેવલપમેન્ટ ઓથોરિટી છે.

વર્ષ 2017 સુધી યોજનાઓનો લાભ નહોતો, યુવાનોને રોજગાર નહોતો, ખેડૂતોને રાહત નહોતી અને રોકાણકારોને વિશ્વાસ નહોતો. ગુનાહિત પ્રવૃત્તિઓનું બોલબાલા હતી. સ્થળાંતરની પીડા, ગરીબી અને સારવારને અભાવે મરતાં બાળકો, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદનો કલ્ચર યુપીમાં હાવી હતો. જોકે 2017 પછી ડબલ એન્જિનની સરકારે કાનૂનનું રાજ સ્થાપ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

તમારો (સમાજવાદી પાર્ટી) પરિવાર વિકાસ પ્રાધીકરણ પણ તેનું ઉદાહરણ છે, તમે માત્ર પોતામાં જ સીમિત રહેવાનું જાણો છો. સ્વામી વિવેકાનંદે પોતાની વાર્તાઓમાં આ વિષયમાં કહ્યું હતું. સમાજવાદી પાર્ટીની હાલત કૂવામાંના દેડકા જેવી છે. દુનિયા આગળ વધી રહી છે, પરંતુ તમે માત્ર તમારા પરિવાર સુધી જ સીમિત રહેવાનું જાણો છો. અને તમે ઉત્તર પ્રદેશ સાથે પણ એવું જ કરવા માગો છો, એમ તેમણે કહ્યું હતું.

યુપી દેશની ઊર્જાનું કેન્દ્રબિંદુ

CM યોગીએ સભામાં ચર્ચાનો જવાબ આપતાં કહ્યું હતું કે યુપી દેશની ઊર્જાનું કેન્દ્રબિંદુ છે. યુપી દેશનું ગ્રોથ એન્જિન છે, યુપીના વિકાસથી દેશની પ્રગતિ થઈ છે.